________________
આમુખ
x
5
-
કે
,
'
' પ. પૂ. નાના પંડિત મ. સા.નાં શિષ્યરત્નોમાં થયેલ નોંધનીય વૃદ્ધિ, તેમના હસ્તે ૬
વિવિધ પ્રતિષ્ઠા મહોત્સવ, શ્રી શત્રુંજય મહાતીર્થમાં ચાતુર્માસ આરાધના, છરી પાલિત સંઘ તથા ઉપધાન તપ, શ્રી શંખેશ્વર તીર્થમાં આયંબિલની ઓળીની આરાધના, તેમની તત્ત્વવાણીનું પાન કરવા આકર્ષિત થયેલ સુશિક્ષિત શ્રાવક-શ્રાવિકા વર્ગમાં થયેલા ગુણાકારો, તેમના તાત્ત્વિક વૈરાગ્યથી આકર્ષિત થયેલા અનેક સંઘો, પૂજ્યશ્રીને દેવલાલી ખાતે પ્રદાન થયેલ અવિસ્મરણીય આચાર્યપદવીનો પ્રસંગ વગેરે ઘણું બધું અને સૌથી વધુ મહત્ત્વની વાત તો પૂજ્યશ્રીનો સમેતશિખરજી, કેસરીયાજી વગેરે તીર્થની રક્ષા માટે અજબગજબનો પુરુષાર્થ... કેટકેટલી વાતોને યાદ કરીએ ?!
ગીતાર્થગંગા સંસ્થાની પ્રગતિનો વિચાર કરીએ તો સંસ્થાએ જૂના મકાનમાં ઉપરના જ માળે પોતાના લક્ષ્યને સાધવામાં સહાયક થાય તેવા જરૂરી ગ્રંથો-પુસ્તકો માટે વિશાળ છે - જ્ઞાનભંડાર વિકસાવ્યો છે. આશરે ૪૮,૫૦૦ જેટલાં ગ્રંથો-પુસ્તકો તો વસાવી દીધા છે
અને હજી પણ ચૂંટી ચૂંટીને પસંદ કરાયેલા પુસ્તકો-ગ્રંથોની ભેટ આવક તેમજ ખરીદી ચાલુ જ છે. જગ્યાનો અભાવ લાગતાં જૂના મકાનની નજીકમાં જ આશરે ૮૦૦૦ ચો. ફૂટનો પ્લોટ લઈને નૂતન શ્રુતદેવતાભવનની યોજના પણ બનાવી છે, જેમાં શ્રાવિકા આરાધના મંદિર, જ્ઞાનભંડાર, અતિથિ-મુમુક્ષુઓ માટેની સુંદર વ્યવસ્થા વગેરે થશે. ખૂબ ટૂંકા સમયમાં તે પણ તૈયાર થઈ જશે.
પ. પૂ. મોટા પંડિત મ. સા.નું સ્મૃતિમંદિર બનાવવાની ભાવના પણ ઘણા સમયથી જ પૂજ્યશ્રીથી ઉપકૃત થયેલા ઘણાં જ્ઞાનપિપાસુ શ્રાવક-શ્રાવિકાઓની હતી તે પણ ખૂબ ટૂંકા સમયમાં સાકાર થઈ જશે
સંસ્થા લક્ષ્યબદ્ધ ચાલી રહી છે, અને સ્થાપના સમયે સેવેલા સર્વ શુભ સંકલ્પો છે ચોક્કસ પાર પડશે તે વાત નિર્વિવાદ છે, કેમ કે તેના અંતરપટ પર પ. પૂ. મોટા પંડિત મ. સા. તથા પ. પૂ. નાના પંડિત મ. સા.ના આશીર્વાદ છે, પુરુષાર્થ છે અને મહામૂલું માર્ગદર્શન પણ છે.
પૂ. મોટા પંડિત મ. સા.! તે અખંડ સૌમ્ય મુદ્રા, શાંતસુધારસ ભરેલ દૃષ્ટિ, પ્રસન્નતાનો ભંડાર, સ્વર્ગવાસ થયે આજે આઠ-આઠ વર્ષનાં વ્હાણા વીતી ગયાં પણ સૌની આંખ સામે આજે પણ તે પૂજ્યશ્રી સતત તરવરે છે ! કર્મોના કલેજાને ફફડાવી નાંખનાર તે સિંહસમા મહાત્માનો ઉપકાર માત્ર સંસ્થા જ નહીં, પરિચયમાં આવેલા સૌ કોઈ ક્યારેય ભૂલી શકશે નહીં. ધર્મપુરુષાર્થમાં ક્યારેય તેમને ખેદ-ઉદ્વેગ વગેરે દોષો સ્પર્શી શક્યા જ નથી. રોગ અને ઉપદ્રવોના વરસાદની જ્યારે આગાહી થઈ રહી હતી ત્યારે પણ અને જ્યારે તે ત્રાટક્યા ત્યારે પણ નિર્ભયપણે સમભાવમાં તેઓ અણનમ
,
'
'
.
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org