________________
ભાવતીર્થ - અનુષ્ઠાન સૂત્રમાં નિશ્ચયનય ક્રિયાથી મોક્ષ કહેશે, વ્યવહારનય જ્ઞાનથી મોક્ષ કહેશે. આ તો અપેક્ષાભેદથી નયવાદનું વૈવિધ્ય છે. સ્યાદાદ સમજેલાને તેમાં કંઈ મૂંઝવણ થાય નહિ.
સમ્યગ્દર્શનગુણને પામવા, સ્થિર કરવા, દઢ કરવા, તેની અભિવૃદ્ધિ કરવા દર્શનાચાર આવશ્યક છે. વાસ્તવમાં તે ગુણની પરિણતિ દર્શનાચારરૂપ જ છે. આચાર વિના તો ગુણ વાતોમાં રહેશે. તેથી રત્નત્રયી પણ પંચાચારથી જ સાર્થક છે. સમ્યગ્દર્શનગુણ અને દર્શનાચાર, સમ્યજ્ઞાનગુણ અને જ્ઞાનાચાર જુદા છે. જ્ઞાનની પરિણતિ જ્ઞાનાચાર છે, જે જ્ઞાનનું અનંતર ફળ છે. પ્રસ્તુતમાં અનુષ્ઠાન શબ્દથી આંતરિક પુરુષાર્થ પણ સમાવેશ પામે છે. પ્રવચન શબ્દના અર્થ કરતાં પૂર્વધરોએ પ્રવચન એટલે દ્વાદશાંગી, પ્રવચન એટલે ક્રિયાકલાપ, પ્રવચન એટલે રત્નત્રયી, આવાં વિધાન કરેલાં છે. તેથી તીર્થકર ઉપદિષ્ટ અનુષ્ઠાનને પણ તીર્થ કહ્યું છે. ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન એ આત્મામાં રહેતું હોવાથી જીવંતતીર્થ છે, ભાવતીર્થ છે. તમે ધર્મતીર્થને વંદન કરો ત્યારે હું કોને વંદન કરું છું ? તે જ તમને સ્પષ્ટ નથી. તમારા મનમાં પ્રાયઃ સ્થાવરતીર્થ જ હોય છે.
સભા : અનુષ્ઠાન માટે તો સ્થાવરતીર્થ જ કામ આવે છે ને ?
સાહેબજી : અનુષ્ઠાન કરતી વખતે આલંબન તરીકે સ્થાવરતીર્થ આવી શકે છે. આલંબન કે સામગ્રીરૂપે તો દ્રવ્યતીર્થ જ રહેવાનાં. દ્રવ્યતીર્થના તમામ વિભાગો આલંબન કે સામગ્રીરૂપ છે, પરંતુ ઉત્કૃષ્ટ મહિમા ભાવતીર્થનો છે. ભાવતીર્થને શરણે ગયા વિના એકલા દ્રવ્યતીર્થથી તરવું શક્ય નથી. માટે પ્રથમ ભાવતીર્થોનું વર્ણન કરું છું. ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાનો પણ શ્રીસંઘના પ્રાણરૂપ :
ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો અને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘના પ્રાણ જેમ રત્નત્રયી છે, તેમ ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન પણ છે. જો મોક્ષે જવું હોય, સંસારસાગરથી પાર પામવું હોય તો જિનોક્ત અનુષ્ઠાન અનિવાર્ય છે. “રત્નત્રયી વિના કોઈનો મોક્ષ નથી, તેમ જિનોક્ત અનુષ્ઠાન વિના પણ કોઈનો મોક્ષ નથી'. આ ક્રિયાકલાપ ગુણસાધક છે, અને ગુણની १. गुर्खादिसमीपाध्यासिनः शुभा क्रिया सम्यग्दर्शनोत्पादने शक्ता सा सम्यग्व्यायाम इत्युच्यते।
(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૨, સૂત્ર-૭, દરિદ્રસૂરિની ટીવા) * अधिगमं त्वभ्यर्हितत्वात्पुनर्लक्षयति-अधिगमस्तु सम्यग् व्यायाम इति, गुरूपदिष्टा दर्शनाचारक्रियेत्यर्थः ।
(તસ્વાર્થસૂત્ર અધ્યાય-૨, સૂત્ર-૭, ૩૫. યશોવિનયની ટીવ) * गुर्वादिसमीपाध्यासिनः शुभा या क्रिया सम्यग्दर्शनोत्पादनशक्ता सा सम्यग्व्यायाम इत्युच्यते।
(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૨, સૂત્ર-૭, શ્રી સિદ્ધસેન ટી) २. एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभीरुभिः-विधिव्यवस्थापनेनैव ह्येकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्ज्वात्मकलोकेऽमारिपटहवादनात्तीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेद एवेति। ..... तस्माद्विधिश्रवणरसिकं श्रोतारमुद्दिश्य विधिप्रापणेनैव गुरुस्तीर्थव्यवस्थापको भवति; विधिप्रवृत्त्यैव च तीर्थमव्यवच्छिन्नं भवतीति सिद्धम्।।१५।।
(વિશિષ્ટ, સ્નો-૨, ટીer)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org