________________
૯૨
ભાવતીર્થ-અનુષ્ઠાન પરિપૂર્ણ કલ્યાણમાર્ગ બતાવવાની તેમની જવાબદારી છે. અધૂરો ઉપદેશ આપીને અધવચ્ચે રખડતો રાખે તો મહાપાપ લાગે. મારે શ્રોતાને સાંગોપાંગ માર્ગ બતાવવો હોય તો મારી પાસે તેનું આદિથી અંત સુધી સમ્યજ્ઞાન જોઈએ. હું જ ન જાણતો હોઉં તો ઉપદેશ શું આપું ? આપું તોપણ misguide (ગુમરાહ) જ કરું.
તમે સ્પષ્ટ સમજી રાખો કે આ પાંચ વગર શાસન ચાલે જ નહિ, પાંચ તો must (અનિવાર્યો જ છે. શરીરમાં brain (મગજ) વગર એક સેકન્ડ પણ ચાલતું નથી, હૃદય વગર બે મિનિટ પણ ચાલતું નથી, lever (યકૃત) વિના પણ લાંબુ જીવાતું નથી. ગમે તેવો હોશિયાર ડૉક્ટર હોય તોપણ કહે કે હવે કાંઈ ન થાય, ભલે દરદી દેખાવમાં હટ્ટો-કટ્ટો હોય. “જે મૂળ પ્રાણનાં સ્થાન છે તે જીવન માટે સુરક્ષિત જ જોઈએ”. તેમ આખાય શાસનનાં પ્રાણસ્થાન ભાવતીર્થો છે. કોઈ પણ ભોગે તેને ટકાવવાં તેમાં જ જૈનશાસનની ખરી સેવા છે. તીર્થકરોની આ બલિહારી છે. તેમને માત્ર અનુયાયીઓનાં ટોળાં ભેગાં કરવામાં કે ચલાવવામાં રસ નહોતો. તેમને તો શરણે આવેલાને તારવામાં જ રસ હતો. તારવા તારક તીર્થ જોઈએ જ, જે ભાવતીર્થ છે. સ્વભુજાબળથી તરનારા તો વિરલા જ હોય. તેથી નિસર્ગના તરવાના માર્ગની અહીં વાત નથી. ૯૯.૯૯ % જીવો તો અધિગમકારી તીર્થની સહાયથી જ તરવાના, જે આ પાંચ ભાવતીર્થ છે. તે છે ત્યાં સુધી સાર છે, તે ગયાં એટલે બધું ગયું.
આ પ્રત્યેક ભાવતીર્થને પૂર્ણરૂપે ટકાવવું કેટલું કઠીન છે, તેની તમને કલ્પના જ નથી. અરે ચોથા આરામાં પણ દરેક તીર્થકરોના વચ્ચે-વચ્ચેના આંતરારૂપ ત્રુટક ગાળામાં દ્વાદશાંગી પૂરેપૂરી નથી ટકી. ઋષભદેવ ભગવાનથી અજિતનાથ ભગવાન વચ્ચે પણ આ ભરતક્ષેત્રમાં દૃષ્ટિવાદનો વિચ્છેદ થયેલો. દરેક તીર્થકરોના શાસનમાં વચ્ચે વચ્ચે એવો એવો કાળ આવ્યો કે દષ્ટિવાદ નાશ પામ્યું તેવો ભગવતીસૂત્રમાં ઉલ્લેખ છે.
સમજવા માટે આ પ્રસંગ વિચારવા જેવો છે કે નમિનાથ અને નેમિનાથ ભગવાન વચ્ચે
१. दृष्टिवादापेक्षया त्वाह-'सव्वत्थवि णं वोच्छिन्ने दिट्ठिवाएत्ति 'सर्वत्रापि' सर्वेष्वपि जिनान्तरेषु न केवलं सप्तस्वेव क्वचित् कियन्तमपि कालं व्यवच्छिन्नो दृष्टिवाद इति।।
(માવતીસૂત્ર શતક - ૨૦, ફ્રેશ - ૮, સૂ. ૬૮૨) २. कृष्णो बभाषे रुक्मिण्या जातमात्रः करान्मम। हतः केनापि तनयः शुद्धिं जानासि तस्य किम्।।१४५।। उवाच नारदोऽत्रासीन्महाज्ञान्यतिमुक्तकः। स गतो मोक्षमधुना न ज्ञानी कोऽपि भारते।।१४६।। सीमन्धरस्तीर्थकरः सर्वसंशयनाशनः । सांप्रतं प्राग्विदेहेषु गत्वा पृच्छामि तं हरे।।१४७।।
(ત્રિપુષ્ટિશાપુરુષરિત્ર પર્વ - ૮, સf - ૬) * अह-कण्हो पुण सपरिजणो विलवइ जा रुप्पिणीइ समं ।।५६६।। ता भणइ नारयरिसी अइमुत्तमुणी गओ य निव्वाणं। तो जिणपासे एयं पुच्छित्ता तुम्ह साहिस्स।।५६७।। इय भणिऊणं पत्तो पुव्वविदेहमि नारओ सिग्घं। सीमंधरजिणनाहं પુછ રનંો ત્ય?
I૬૮ાા
(श्राद्धदिनकृत्यसूत्र भाग-१, श्लोक-४७/१, आ. देवेन्द्रसूरि कृत स्वोपज्ञ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org