________________
૮૮
ભાવતીર્થ -અનુષ્ઠાન
આવ્યો કે, ભાવતીર્થ વગર માત્ર દ્રવ્યતીર્થ હોય તોપણ શાસન છે તેવું બોલાય નહીં. આ નિયમ પરથી ભાવતીર્થનો મહિમા સમજી શકાશે. તમને મહિમા સમજાશે તો તેનું અનન્ય બહુમાન કરી શકશો.
સભા : જ્યારે ભાવતીર્થ નહોતું તે કાળમાં રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ નહોતો ?
સાહેબજી : નિસર્ગથી હતો, પરંતુ પ્રસ્તુતમાં અધિગમથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની વિરક્ષા છે, તે નહોતો.
સભા : ભાવશ્રાવક નહોતા ?
સાહેબજીઃ સંઘરૂપે ભાવશ્રાવક નહોતા. લોકમાં તીર્થકરોનું શાસન પ્રવર્તાવે તેવા ભાવતીર્થની અહીં વિવક્ષા છે, તેમાં આ પાંચ જ આવે. તેના અંત સાથે શાસનનો પણ અંત થાય.
દરેક તીર્થકરનું શાસન સ્થપાયું પણ આ પાંચથી જ. લોકમાં ધર્મશાસનનો પ્રારંભ પણ પાંચથી અને અંત પણ પાંચના અંતથી જ. દુનિયાના બીજા ધર્મો પોતાના અનુયાયી ટંકે, તેમના ધર્મનો જયજયકાર થતો હોય, અનુયાયી વર્ગ માટે ઉપાસનાનાં ધામો આદિ હોય તો કહેશે કે અમારો ધર્મ ચાલુ છે, તીર્થ ગાજતું છે. જ્યારે તીર્થકરો કહે છે કે અમારાથી પ્રવર્તેલો ધર્મ માત્ર મંદિરો, પ્રતિમા, પૂજા કરનારા અનુયાયી કે જૈનશાસનની જય બોલનારા હોય એટલામાત્રથી ટકવાનો નથી; કારણ કે આ તો ખોળિયું છે, ધર્મના પ્રાણ તો આ પાંચ ભાવતીર્થ છે. “જૈનધર્મનું ખોળિયું વિશાળ ધર્મસ્થાનો, તીર્થો, જિનમંદિરો, જિનપ્રતિમાઓ, શાસ્ત્રભંડારો, ઉપાશ્રય આદિ છે”. આ બધાં ધર્મનાં સાધનો કે આલંબનો છે, પરંતુ ધર્મ સ્વયં આ પાંચ ભાવતીર્થમાં સમાય છે. તેથી પ્રભુશાસનનો પ્રાણ આ પાંચમાં છે. શરીર ગમે તેટલું હટ્ટ-કટું, રૂપાળું હોય, ચામડી સુંવાળી હોય, સુડોળ દેહ હોય, પરંતુ જો અંદરથી ચેતના નીકળી ગઈ તો પ્રાણ વિનાના દેહની કોઈ કિંમત નથી. ઊલટો સમયસર તેનો નિકાલ કરવો પડે, નહીંતર સડારૂપે નુકસાન થાય. તેના બદલે થોડું લૂલું-લંગડું શરીર હોય, રૂપ વગરનું હોય, પરંતુ અંદરમાં જ્યાં સુધી ચેતના છે, પ્રાણ છે, ત્યાં સુધી તે દેહની કિંમત છે; તેને સૌ સાચવશે, તેની પાસેથી કામ પણ લઈ શકાશે, દરેક વસ્તુનો પ્રતિભાવ પણ આપશે; કારણ કે અંદરમાં પ્રાણનો સંચાર છે. તેમ તીર્થંકરો જ્યારે ધર્મશાસન સ્થાપે ત્યારે તો આ પાંચ ભાવતીર્થ ઉત્કૃષ્ટ પ્રવર્તતાં હોય છે. તેથી ધર્મશાસનની જાહોજલાલી સોળે કળાએ ખીલેલી હોય છે; પરંતુ કાળક્રમે તીર્થકરો, ગણધરો આદિની ગેરહાજરીમાં ક્રમશઃ ઘસાતાં-ઘસાતાં આ પાંચ ભાવતીર્થ હીન કક્ષાનાં પણ રહે છે, અને રહે છે ત્યાં સુધી પ્રાણ છે, તેથી ધર્મશાસન અવિચ્છિન્ન છે. તેના અંતમાં પ્રાણશૂન્ય દ્રવ્યતીર્થ રહે છે. તેથી શાસનની જીવંતતા ભાવતીર્થની હાજરીમાં જ છે.
પ્રભુ મહાવીરના સમયમાં દ્વાદશાંગી હતી તેવી પરિપૂર્ણ દ્વાદશાંગી અત્યારે નથી, તે વખતે જેવા જ્ઞાની, ગીતાર્થ ગુરુ હતા તેવા અત્યારે નથી, ત્યારના જેવો ગુણસંપન્ન, ઐશ્વર્યસંપન્ન, લબ્ધિસંપન્ન સંઘ પણ અત્યારે નથી, ચૌદે ગુણસ્થાનકરૂપ સમગ્ર મોક્ષમાર્ગને વ્યાપે તેવી પરાકાષ્ઠાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org