________________
૩૦
ધર્મતીર્થનો મહિમા મહાવીરને કેમ સ્વીકાર્યા ? તેમને અપનાવવા તમારી પાસે કોઈ વાજબી કારણ ખરું ? કે અહીં જન્મ્યા માટે મહાવીરને પકડ્યા છે ?
સભા : અમારા બાપદાદાએ પકડ્યા એટલે અમે પકડ્યા.
સાહેબજી એટલે એનો અર્થ એ કે બાપદાદાએ બીજા પકડ્યા હોત તો તમે તેનું પૂંછડું પકડીને ચાલત. તો પછી મુસલમાનના બાપદાદાએ ઈસ્લામધર્મને પકડ્યો, એટલે એનો દીકરો ઈસ્લામને પકડે તો તમારી દૃષ્ટિએ ભૂલ નથી ને?
સભા તેના બાપદાદાએ ખોટું પકડયું હતું.
સાહેબજી : તે કેવી રીતે નક્કી કરવું ? તમે બાપદાદાથી કે કુળપરંપરાથી મળેલા ધર્મને પરીક્ષા કર્યા વિના સ્વીકારો, તે જો તમારા માટે વાજબી હોય, તો તેણે પણ બાપદાદાએ પકડેલું ખોટું વિચાર્યા વિના પકડી રાખવામાં શું અયોગ્ય કર્યું ? વળી, બાપદાદાએ ખોટું પકડ્યું હતું કે સાચું પકડ્યું હતું તે નક્કી કરવા વ્યક્તિએ જાતે જ પ્રયત્ન કરવો પડશે. તે પ્રયત્ન જ સત્યની શોધરૂપ છે, જે કલ્યાણકામી માટે અનિવાર્ય છે અને આવો પ્રયત્ન કરનાર જ સમ્યગુ ગુણાનુરાગનો અધિકારી છે. શાસ્ત્ર કહે છે કે જે બાપદાદાથી આવ્યું છે માટે જ તેને પકડીને ચાલે છે, તે બધા જેનધર્મના ઉપાસક હોય તો પણ દૃષ્ટિરાગી છે. આખી જિંદગી જેનધર્મને માને, તીર્થકરે સ્થાપેલા તીર્થની ઉપાસના કરે, શાસનનાં કાર્યો કરે છતાં આવા જીવો વાસ્તવમાં ધર્મતીર્થની સાચી ભક્તિ કરવા અધિકારી કે લાયક નથી; કેમ કે તેમનામાં ગુણાનુરાગથી ભક્તિ નથી, પણ મમત્વજન્ય ગુણાનુરાગથી દેવ-ગુરુ-ધર્મને ઉપાસે છે. જે મમત્વથી શાસનની ભક્તિ, બોલબાલા કરે તે બધા દષ્ટિરાગી જીવ છે, તાત્ત્વિક ગુણાનુરાગી નથી. પછી ભલે તે રોજ જેનશાસનનો ઝંડો લઈને ફરતો હોય તો પણ વાસ્તવમાં બોધિબીજ પામેલો નથી.
સભા: બધું નિષ્ફળ જાય ?
સાહેબજી : હા, આત્મકલ્યાણની દૃષ્ટિએ નિષ્ફળ જાય, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર જેટલા શુભ પરિણામ હોય તેટલું પુણ્ય બંધાય.
સભા : એવો પણ ધર્મ ફરી કોઈ વાંર ધર્મતીર્થ અપાવશે ને ?
સાહેબજી એવો ચોક્કસ નિયમ નથી અને કદાચ અપાવશે તો એવી રીતે અપાવશે કે ફરીથી સાચું તત્ત્વ સમજી પણ ન શકે. જે દૃષ્ટિરાગથી ભગવાનનો ભક્ત બને તેને ભગવાન પોતાના ભક્ત તરીકે સ્વીકારતા નથી, અરે ! ભક્ત માનવા પણ તૈયાર નથી. બહુ ગંભીર વાત છે. બાકી મોટા claim-દાવા કરશો કે અમે તો તીર્થને નમસ્કાર કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, જય બોલાવીએ છીએ, તેથી અમને બહુમાન-ભક્તિ છે; પણ તે વિવેકજન્ય ગુણાનુરાગથી છે કે મમત્વજન્ય ગુણાનુરાગથી છે ? આ બહુ વિચારવા જેવો માર્મિક પ્રશ્ન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org