________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
૩૪૯
ત્યારે તેમના કાકાના દીકરા ભાઈ સગર રાજા બન્યા. ત્યારબાદ છ ખંડ જીતીને પુણ્યવિપાકથી ચક્રવર્તી બન્યા.
આ સગર ચક્રવર્તીને ૬૦,૦૦૦ પુત્રો છે. તમને આંકડો જબરો લાગશે, પણ તે કાળનાં આયુષ્ય મોટાં હતાં. અબજો વર્ષથી પણ વધુ લાંબા આયુષ્યમાં અનેક રાજકન્યાઓને પરણેલા ચક્રવર્તી માટે ૬૦,૦૦૦ પુત્રો એ અસંભવિત ન ગણાય. આ ૬૦,૦૦૦ પુત્રો એક વાર ક્રીડારૂપે દેશપરિભ્રમણ માટે નીકળ્યા છે; કારણ કે પિતાએ આખી પૃથ્વી સર કરેલી છે. તેમને નવો દિગ્વિજય કરવાનો હતો નહીં, માત્ર વિધવિધ અનુભવો અને વિલાસરૂપે વિશાળ મંત્રીઓ આદિના પરિવારપૂર્વક પર્યટન કરે છે. સગર ચક્રવર્તીના સંતાનરૂપે તે પુત્રોમાં પણ ધર્મશ્રદ્ધા આદિ છે. તેમણે અષ્ટાપદ તીર્થ નજીકમાં જોયું એટલે ઉલ્લાસપૂર્વક તેની યાત્રા કરવા ગયા. ઈક્ષ્વાકુ વંશના પૂર્વજ ભરત ચક્રવર્તીએ આ ભવ્ય તીર્થ બનાવ્યું છે, આખા ભરતક્ષેત્રનું ભૂષણ છે. તે કાળમાં પણ તેની શોભા-ભવ્યતાનો જોટો નહોતો. આવા રમણીય તીર્થનાં દર્શન-યાત્રા કર્યા પછી ભક્તિથી વિચારે છે કે ભવિષ્યમાં પડતો કાળ આવશે. માટે આ તીર્થમાં સુવર્ણનાં મંદિરો અને જીવંત તીર્થંકરના દેહપ્રમાણ આબેહૂબ રત્નમય અદ્વિતીય પ્રતિમાઓ છે, તેની રક્ષા જરૂરી છે. પૂર્વે ભરતચક્રવર્તીએ પણ રક્ષા માટે પહાડને કાટખૂણે ઘસીને સીધા ચઢાણવાળાં આઠ પગથિયાંમાં વહેંચ્યો છે, જેથી સામાન્ય વ્યક્તિને ચડવો અતિશય દુર્ગમ બને. તો પણ અધિક સુરક્ષા માટે તીર્થરક્ષાના પરિણામથી સગર ચક્રવર્તીના પુત્રોને એવો ભાવ થયો કે આજુબાજુ ખાઈ ખોદી ગંગા નદીનું પાણી વળાંક આપીને ભરી દઈએ, જેથી તીર્થ અત્યંત સલામત થાય. ચક્રવર્તીનું દેવતાધિષ્ઠિત દંડરત્ન વાપરીને તેમણે ખોદકામ ચાલુ કર્યું. ઉલ્લાસમાં અને ઉલ્લાસમાં ખાઈ એટલી ઊંડી કરી કે છેક ભવનપતિના ભવનો સુધી પૃથ્વીમાં કાણાં પડ્યાં, જેમાંથી ખાઈની ધૂળ તે ભવનો પર પડવા લાગે. તેના માલિક જ્વલનપ્રભ ઇંદ્રે આવીને જોયું તો ચક્રવર્તીના પુત્રો શુભાશયથી તીર્થરક્ષાનો પ્રયત્ન કરે છે, તે વિચારી માત્ર તેમના અતિરેકનો ઠપકો આપે છે. સગર ચક્રવર્તીના પુત્રો પણ ક્ષમાપના માંગે છે. ત્યારબાદ છિદ્રો પૂર્યા વિના ગંગા નદીનું પાણી ઠંડરત્નથી નહેર દ્વારા દોરીને ખાઈમાં લાવ્યા, જે પાણી દેવોના ભવનમાં ફેલાયું. દેવતાઓ આકુળ-વ્યાકુળ થયા. માલિક ઇન્દ્રે ખિજાઈને એક સાથે ૬૦,૦૦૦ પુત્રોને બાળીને ભસ્મ કરી નાંખ્યા. આ રીતે સર્વ કળાઓ ભણેલા રત્ન જેવા રાજપુત્રોનું એક સાથે અકાળમૃત્યુ થયું, જેનો જબરદસ્ત આઘાત સગર ચક્રવર્તીને લાગ્યો, જે ટાળવા સૌધર્મેન્દ્ર સમજાવવા આવ્યા છે.
શોક શમ્યા પછી એક વાર સગરના દીકરા જસ્નુનો પુત્ર ભગીરથ દેશનામાં કેવલી ભગવંતને પૂછે
१ आलोकमात्रे तं नत्वा, भक्त्या केवलिनं मुनिम् । स त्रिः प्रदक्षिणीचक्रे, भक्तिदक्षोऽतिदक्षिणः । । ५८६ । । तं प्रणम्य પુરઃ સ્થિત્વા, પદ્મ વ્હેવં મળીરથઃ । મમાઽપ્રિયન્તપિતરો, યુાપત્ ન ર્મ? ।।૮૭।।ત્રિાનવેરી માવાનું, હળાरससागरः । एवं गदितुमारेभे, मधुरोद्गारया गिरा । । ५८८ ।। श्रावकैर्विपुल श्रीकैः, श्री श्रीसंश्रितैरिव । पूर्णः सङ्घश्चचालैकस्तीर्थयात्राकृते पुरा । । ५८९ ।। प्रत्यन्तग्राममेकं तु, सङ्घः सायमवाप सः । निशायां चाऽध्युवासोपकुम्भकारનિષેતનમ્।।૧૦।। સહ્યં સમૃદ્ધ તં વૃત્ત્ત, હૃષ્ટો પ્રામનનોઽહિત:। તન્નુટનાર્થમુત્તસ્થે, ૨૪-જોર્ડ-પદ્મभृत् । । ५९१ । । प्रबोध्य वचनैश्चाटुगर्भैरमृतसोदरैः । सशूकः कुम्भकारस्तं, ग्रामलोकं न्यवारयत् । । ५९२ । । कुम्भकारस्य तस्योपरोधाद् ग्रामजनोऽखिलः । भूतः पात्रमिव प्राप्तं तं सङ्घममुचत् तदा । । ५९३ ।। अन्येद्युरेकवास्तव्यदस्यु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org