________________
૩૪૬
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પરંતુ કોઈને પણ જિનશાસનના સાચા રાગી કે ઉપાસક બનાવવા પ્રભાવના એ જ ઉત્તમ ઉપાય છે.
આ ધર્મતીર્થ અજોડ તારક છે, મહાભાગ્યથી મને મળ્યું છે, તેના અવલંબનથી હું ઉત્તમ ધર્મ આરાધી લઉં, તેમ જ કોઈ લાયક મળે તો તેને યથાશક્તિ ભોગ આપીને પમાડી દઉં, એવું જેને અંતઃકરણમાં શાસનરાગથી થતું હોય, તેવો જીવ જ પ્રભાવનાનાં કાર્યોમાં પૂરક બની શકે. વાસ્તવમાં આજ્ઞાનુસારી સંઘ જ જીવતું-જાગતું પ્રભાવનાનું માધ્યમ છે. તે જ્યાં જાય ત્યાં હૃદયવેધક પ્રભાવના કરી શકે. પોતાના આચારવિચાર-ગુણોથી યોગ્ય જીવોને અવશ્ય બહુમાન પેદા કરે. આચરણ કે જીવંત ગુણોથી જે પમાડી શકાય છે તે બીજી રીતે પમાડી શકાતું નથી. છ'રિપાલિત સંઘને પણ પ્રભાવનાનાં સાધન જ કહ્યાં છે, જેમાં સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા જયણા આદિ આચારોને ઉત્તમ રીતે પાળતાં, ગામેગામ લોકોને જૈન આચારનો પરિચય કરાવતાં તીર્થયાત્રા કરે. મહાશ્રીમંત શેઠિયાઓને પણ ભક્તિથી ખુલ્લા પગે ચાલતા જોઈને અજૈનોને પણ થાય કે આ લોકોનો ભક્તિ-દયા-ઉદારતા આદિ ધર્મ શ્રેષ્ઠ છે. જીવંત આચાર-વિચાર-ગુણયુક્ત જનસમુદાય જ સાચો ધર્મ પમાડી શકે. તેવા શ્રીસંઘને જ તારક તીર્થ અને ધર્મપ્રભાવક કહીએ છીએ. શ્રીસંઘની ખૂણે ખૂણે પ્રભાવકતાની તોલે વિશ્વમાં અન્ય કોઈ સાધન નથી?
આવા આજ્ઞાસાપેક્ષ સંઘની અવહેલના-આશાતના-નિદા-દુર્ગછા કરે તેને ભારે પાપકર્મ બંધાય. ઊંચામાં ઊંચા ગુણસમૂહને તેનું અવમૂલ્યન થાય, હલકાઈ થાય તેવું જે વર્તન કરે તે જીવ ગુણોની મહાઆશાતના દ્વારા નિયમા મહાપાપકર્મનો ભાગી થાય. છ'રિપાલિત સંઘ આદિની નિંદા કરનારા જે જૈનો પાક્યા છે તેમને ખબર નથી કે આપણે કઈ પ્રવૃત્તિની ટીકા કરી રહ્યા છીએ. કારણ કે આ કાળમાં પણ જિનવચન અનુસાર સુંદર આચાર પાળતો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમૂહ ગામોગામ પાદવિહાર કરતો છરિ પાલનપૂર્વક જાય, ત્યારે તેનાં આરાધના-તપ-ત્યાગ-સંયમ-આદિ ગુણો જોઈને ગુણાનુરાગી જૈનેતરો પણ પ્રભાવિત થવાના. વળી તેમાં શાસ્ત્રજ્ઞ ધુરંધર ઉપદેશકો હોય તો જૈનેતરોને પણ પ્રતિબોધનાં વચનો મળે. આવો સંઘ ગામોગામ પ્રભાવનાનું કારણ બને. જેને જિનકથિત આચાર-વિચાર ગમે, તેના પર બહુમાન થાય, તે આવા નિમિત્તે ચોક્કસ પામે. જૈનધર્મથી દૂર રહેલાને પણ બોધિબીજ આદિ પમાડવાનો આ જ ઉપાય છે. પ્રચાર માટે ખૂણેખૂણો બાકી ન રહે એવું ઉત્તમ અનુષ્ઠાન તીર્થકરોએ જ બતાવ્યું છે, છાપાં-મેગેઝિનોના પ્રચારમાં તો કેટલાંય બાકી રહી જશે. મારો પોતાનો અનુભવ કહું તો અમે એક નાના ગામડામાં વિહાર કરતાં કરતાં ગયા, ત્યાં જૈનેતરોએ આગ્રહ કર્યો કે અમને સત્સગરૂપે કાંઈક સંભળાવો. ત્યારે મેં પૂછ્યું કે તમારા ગામમાં સંન્યાસી
१ (वृत्तिः) 'सामान्येनापि' अविशेषेणापि, जिनशासनमपि साधु इत्येवंपरिणाम आस्तां पुनर्विशेषेण जिनशासनमेव साध्वित्येवं शासनान्तरव्यपोहेनापि, 'नियमात्' अवश्यंभावेन, 'वर्णवादः' श्लाघा सम्यग्दर्शनबीजमित्यर्थः, 'अत्र' इति प्रत्यासने जैन इत्यर्थः लोके वा, 'शासने' प्रवचने, कालान्तरेण वर्णवादकरणकालादन्यः कालः कालान्तरं तेन, कियताप्यागामिकालेनेत्यर्थः, 'सम्यक्त्वहेततां' सम्यग्दर्शननिमित्तताम, 'प्रतिपद्यते' भजते सम्यक्त्वं जनयतीत्यर्थ इति।।५।।
(अष्टक प्रकरण० अष्टक-२३, श्लोक ५ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org