SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૨૯ સભાઃ શ્રાવકવેશમાં ભાવથી સાધુ હોય તો વંદન કરાય ? સાહેબજીઃ અપવાદે કરાય. શિવકુમાર ભાવથી સાધુ છે, રાજકુમારના વેશમાં છે. છતાં એમના ગીતાર્થ મિત્રે તેમને દ્વાદશાવર્ત વંદન કર્યું છે. સભાઃ ઓળખાય કેવી રીતે ? સાહેબજી શાસ્ત્ર ભણેલો ઓળખી શકે. લિંગને એકાંતે પવિત્ર માને તે જૈનશાસનમાં નથી. દિગંબરોને આપણે એ જ કહીએ છીએ કે તમે ભગવાન મહાવીરના અનેકાંતવાદના સિદ્ધાંતનો લોપ કર્યો છે; કારણ કે તમે નિર્વસ્ત્રતાધર્મના આગ્રહમાં એકાંતવાદી બની ગયા છો. સાધુજીવનનો સવસ્ત્ર વેશ કે નિર્વસ્ત્ર વેશ તે તો ભાવચારિત્ર આદિ ગુણોનું સાધન છે, નહિ કે નગ્નતામાં જ ભાવચારિત્ર સમાય છે. તેવું માનનારને તો પશુ-પંખીઓ પણ ભાવચારિત્રધર કહેવાં પડે. તેથી ભાવનિરપેક્ષ વેશનો સાચો જૈન આગ્રહ ન રાખે. એક વિદ્વાન પંડિત મને મળેલા. તે મને પૂછે કે આ ચાર ફિરકામાં મૂળ શાખા કઈ, તે કઈ રીતે નક્કી કરવું ? બધા જ કહે છે કે અમે જ મહાવીરસ્વામીના મૂળ અનુયાયીઓ છીએ. મેં કહ્યું કે મહાવીરસ્વામીનો સિદ્ધાંત એકાંત કે અનેકાંત ? તો મને કહે કે અનેકાંત. ત્યારે મેં કહ્યું કે બસ, તો જ્યાં અનેકાંતનો સિદ્ધાંત સુરક્ષિત હોય તે ફિરકો મહાવીરનો મૂળ અનુયાયી, અને જ્યાં અનેકાંત નથી તે મહાવીરનો મૂળ અનુયાયી નથી, પેસી ગયેલા છે. અરે ! અહીં શ્વેતાંબરમતમાં પણ જેના મનમાં અનેકાંત નથી, તે બધા ઘૂસી ગયેલા છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું છે કે 'જે અનેકાંતને નથી માનતો તે જૈનશાસનની બહાર જ છે. તીર્થકરોની સંક્ષિપ્ત આજ્ઞા રાગ-દ્વેષના ત્યાગની જ છે, જે કદાગ્રહ વિના સત્યના સ્વીકારરૂપ અનેકાંતના સિદ્ધાંતની શ્રદ્ધાથી જ સુસંગત બને. તેથી ખ્યાલફેરથી અસત્યનો આગ્રહ સમકિતીમાં પણ સંભવી શકે, પરંતુ સ્યાદ્વાદની નિશ્ચલ શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિને, કદી પણ જાણીબૂઝીને કોઈ પણ અસત્યનો કદાગ્રહ ન જ સંભવી શકે. ટૂંકમાં જેને પણ સંઘમાં સ્થાન ધરાવવું હોય તેણે આ સારરૂપ જિનાજ્ઞા મસ્તકે ચડાવવી જ પડે. વળી આ minimum-લઘુતમ વ્યાખ્યા છે. ઉત્કૃષ્ટ, અંતિમવાદી આમાં કોઈ વાત નથી. આજ્ઞા સંક્ષેપથી જાણે કે વિસ્તારથી જાણે તેવો તફાવત સંઘના સભ્યોમાં બની શકે, અરે ! પાલન પણ ઓછું-વતું હોઈ શકે, પણ શ્રદ્ધારૂપ સ્વીકાર કે માન્યતામાં તો લેશમાત્ર ફેર ન ચાલે. તેથી પહેલાં પણ કહેલું કે જે જિનાજ્ઞાસાપેક્ષ છે તેવા ક-શ્રાવિકા-સમ્યગ્દષ્ટિ જ શ્રીસંઘમાં આવે. વળી જિનાજ્ઞાનિરપેક્ષ ગમે તેટલા સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ કહેવાતો જેનોનો સમૂહ હોય તેને શાસ્ત્રમાં ટોળું કહ્યું. ઊલટું તેને સંઘ કહેનારને પ્રાયશ્ચિત્ત આપ્યું. તેના બહુમાન-ભક્તિ-પૂજા કરનારને અશુભ કર્મબંધ કહ્યો. લોકદૃષ્ટિથી આવા જનસમુદાયની સમૂહ તરીકે શક્તિ હોઈ શકે. આજે દિગંબરો કોઈ કોઈ સ્થાને १ तदेकान्तेन यः कश्चिद्विरक्तस्यापि कुग्रहः। शास्त्रार्थबाधनात्सोऽयं, जैनाभासस्य पापकृत्।।३४ ।। (अध्यात्मसार वैराग्यभेदाधिकार) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy