________________
૩૧૮
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ કેમ કે હવે અનેક લબ્ધિઓના સામર્થ્યવાળું અતિશયિત જ્ઞાન પચાવી શકે તેવી લાયકાતવાળા જીવો દુર્લભ છે. અપાત્રને જ્ઞાન ન અપાય તે નિયમ જૈનશાસનમાં સુદઢ હોવાથી, આ ધર્માચાર્ય ચતુર્વિધ સંઘે કહ્યું તો પણ સંપૂર્ણ ઝૂક્યા નહીં. માત્ર સંઘના આદર-બહુમાન તરીકે અંશતઃ સંઘની વિનંતિનો સ્વીકાર કર્યો; કેમ કે તેમને જાણ છે કે જિનાજ્ઞા સુરક્ષિત રાખીને જ શ્રીસંઘનો આદર કરાય.
સભા તેવી જિનાજ્ઞા હતી તો સૂત્રથી છેલ્લાં ચાર પૂર્વ કેમ આપ્યાં ?
સાહેબજી : આટલો મહાન સંઘ વિનંતિ કરે તો તેનું પણ ગૌરવ અવશ્ય રાખવું જોઈએ; કારણ કે આજ્ઞાનુસારી સંઘ છે. તેથી જ તે અવસરે શ્રીસંઘે એવો પ્રતિપ્રશ્ન નથી કર્યો કે શ્રીસંઘની આજ્ઞા ન માને તો તેને શું પ્રાયશ્ચિત્ત ? જે સંઘ, સંઘનાયક એવા ભદ્રબાહુસ્વામીને પણ પૂર્વે સંઘની આજ્ઞાના અનાદરમાં પ્રાયશ્ચિત્તનું ધ્યાન દોરે છે, તે જ સંઘ અત્યારે જાણે છે કે આચાર્ય ભગવંત જિનાજ્ઞા ટાંકીને વાત કરે છે. આજ્ઞાનુસાર બોલનાર ગીતાર્થનો કદી આજ્ઞાનુસારી સંઘ પ્રતીકાર ન જ કરે. આ પ્રસંગમાં મહામહિમાવંત શ્રીસંઘના વિવેકની પણ ભૂરી ભૂરી અનુમોદના કરવા જેવી છે. અહીં શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે શ્રીસંઘની ઇચ્છા છે તો સૂત્રથી વાચના આપું, પણ શરતપૂર્વક, “હવે પછી આ જ્ઞાન બીજાને નહીં આપવાનું અને હું પણ સૂત્રથી જ આપીશ, અર્થથી નહીં આપું.” આમ, અવસરોચિત જિનાજ્ઞા સાચવીને શ્રીસંઘનું પણ ગૌરવ જાળવ્યું. શ્રીસંઘ પણ સંઘનાયકની આજ્ઞાઆધારિત વાત જોઈને વિરોધ વિના વિનયપૂર્વક ઝૂક્યો. આ દૃષ્ટાંતમાં બંને પક્ષે રહેલી આજ્ઞાસાપેક્ષતા ખૂબ સમજવા જેવી છે.
સભાઃ સૂત્ર ભણાવે તો જાણકારને અર્થનો ખ્યાલ ન આવે ?
સાહેબજી : તમે જેવો “અર્થ” શબ્દનો અર્થ કરો છો તે અહીં પ્રસ્તુત નથી. અહીં તો સૂક્ષ્મ, નયનિપાપૂર્વકના અનુયોગરૂપ અર્થની વાત છે. તેમાં પણ અંતિમ શ્રુતજ્ઞાનરૂપ ચાર પૂર્વોનાં છેલ્લાં રહસ્યો અર્થરૂપે જણાવવાનાં છે, જેનો ગુરુગમ વિના પ્રાયઃ બોધ શક્ય નથી. બાકી દસ પૂર્વના જાણકાર સ્થૂલભદ્રજી પણ શ્રુતકેવલી જ છે. શ્રુતકેવલીને ભાષાજ્ઞાન કે તર્ક આદિનું જ્ઞાન ન હોય એ અસંભવિત છે. પરંતુ શાસ્ત્રનાં જે top secret-ઊંડાં રહસ્યો, તે ભલભલા ધુરંધરોને પણ સ્વયે પામવાં દુષ્કર છે. વર્તમાનમાં તમને સૂત્રના અનુયોગરૂપ અર્થની કોઈ ઝાંખી નથી, તેથી શું કહેવું ? અરે ! અત્યારે પણ એવાં સૂત્રાત્મક શાસ્ત્રો છે કે જે ભલભલા સંસ્કૃત આદિ ભણેલા વિદ્વાનને વાંચવા આપીએ તો મહામહેનતે સામાન્ય શબ્દાર્થ કરે, પણ ભાવાર્થની કાંઈ જ ખબર ન પડે, તો તેના ઐદંપર્યરૂપ અંતિમ રહસ્ય સ્ફરવાનો તો કોઈ અવકાશ જ નથી. ગુરુગમ વિના અનુયોગરૂ૫ અર્થ સ્વયં સમજનારા તો વજસ્વામી જેવા કોઈક જ નીકળે. તેમણે તો અગિયાર અંગ મુખપાઠરૂપે સાંભળતાં જ સૂત્ર-અર્થ-તદુભય આદિ સર્વ રહસ્ય જાણી લીધું. બાકી સામાન્ય રીતે સ્વયં ઊંચાં રહસ્ય પકડવાં મુશ્કેલ છે. તેમાં પણ અહીં તો બારમા અંગ દૃષ્ટિવાદના પણ શ્રેષ્ઠ વિભાગરૂપ અંતિમ ચાર પૂર્વોના રહસ્યની વાત છે. તેથી સ્થૂલભદ્રજી જેવા તે કાળના અસાધારણ પ્રજ્ઞાસંપન્ન પુરુષને પણ ગુરુગમ આવાં રહસ્યો માટે જરૂરી હતો. પૂ. ભદ્રબાહુસ્વામીએ શરત દ્વારા અર્થથી ચાર પૂર્વના જ્ઞાનનું પોતાની સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org