________________
ધર્મતીર્થનો મહિમા સમ્યગ્દષ્ટિ દેવતાને પ્રભુ જન્મે ત્યારથી જ આ જ ભાવ છે કે, “પ્રભુ ક્યારે સંસારનો ત્યાગ કરી, દીક્ષા લઈ, સાધના કરી, કેવલજ્ઞાન પામી સમસ્ત જગતનું કલ્યાણ કરવા ધર્મતીર્થની સ્થાપના કરે !”
ધર્મતીર્થપ્રવર્તનનું પ્રધાન કારણ તીર્થકર નામકર્મનો ઉદય
સભા : એક ધર્મતીર્થ વિદ્યમાન હોય છતાં બીજા ધર્મતીર્થની સ્થાપના કેમ કરાય ?
સાહેબજી : ધર્મતીર્થ વધારે ઉદ્યોતમાન થાય તે માટે. બધા જીવોની ધર્મતીર્થ સ્થાપવાની ત્રેવડ ન હોય, પ્રકૃષ્ટ પુણ્યશાળી જીવની જ આવા મહાન કાર્યની ક્ષમતા હોય છે.
આમ તો તીર્થકરનું અંતિમ ભવનું સમગ્ર જીવન, જીવનની દરેક પ્રવૃત્તિ કોઈને કોઈના કલ્યાણનું અવશ્ય કારણ હોય છે. તેઓ જીવનમાં અનેક પ્રકારનાં કૌટુંબિક, સામાજિક, નૈતિક અને ધાર્મિક કર્તવ્યો અદા કરે છે. દા.ત. ઋષભદેવ ભગવાને સંતાનોને સંસારમાં સ્ત્રીઓની ઉ૪ કલા અને પુરુષોની ૭૨ કલા શિખવાડી; લોકોપકાર માટે રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા સ્થાપી; પણ તે બધાં તેમનાં ઉત્કૃષ્ટ કર્તવ્ય નથી કહેવાતાં. પરંતુ તીર્થની સ્થાપના જીવનનું સર્વોત્કૃષ્ટ કર્તવ્ય કહેવાય; કેમ કે તીર્થસ્થાપનાથી તેમણે એક-બે નહીં, લાખોકરોડો-અસંખ્ય નહીં, પણ અનંતા જીવ પર પરંપરાએ શ્રેષ્ઠ ઉપકાર કર્યો છે, જે તીર્થકર નામકર્મના ઉદય વગર શક્ય નથી. તીર્થ સ્થાપવાની શક્તિ તીર્થકરોમાં જ હોય છે; કેમ કે તેઓ પ્રચંડ પુણ્ય લઈને આવ્યા છે. તીર્થંકરનામકર્મ તેમની પાસે તીર્થની સ્થાપના કરાવે છે.
અન્ય ધર્મો કરતાં જૈન ધર્મમાં ઈશ્વરતત્ત્વની વિશિષ્ટતા :
અહીં થોડી વાતો એવી આવશે કે જે દુનિયાના ધર્મો અને જૈનધર્મના ઈશ્વરતત્ત્વની વ્યવસ્થામાં પાયાનો તફાવત બતાવશે. મોટાભાગના ધર્મો તો ઈશ્વરને સૃષ્ટિના સર્જક, સંચાલક અને સંહારક માને છે. વળી જૈનધર્મ સિવાયના બીજા જે બૌદ્ધદર્શનાદિ ધર્મો, જે ઈશ્વરને સમગ્ર સૃષ્ટિના સર્જક કે સંચાલક નથી માનતા, તે દર્શનો પણ ઈશ્વરને ધર્મતીર્થના સર્જક, સંચાલક અને સંરક્ષક અવશ્ય માને છે; અર્થાત્ "પૂર્ણ પરમેશ્વર પણ, ધર્મતીર્થનો ઉદ્યોત કરવા સુચારુ સંચાલન અને સંરક્ષણ માટે અવસરે અવસરે અવતાર લે છે. ભગવદ્ ગીતામાં પણ લખ્યું કે “સંભવામિ યુ નો.” આનો અર્થ એ થયો કે, વિશ્વમાં તીર્થની
१ ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।।२२४ ।। [ ] इति वचनप्रामाण्यात्
(વિવું. અધ્યાય-૮, સૂત્ર-૩૩ ટકા) है यश्च तीर्थनिकारलक्षणो हेतुः कैश्चित् परिकल्प्यते सोऽप्यनुपपन्नः कषायविकारजन्यत्वात् तस्येति ।।३४ ।।
(વિન્ધ્યાય-૮, સૂત્ર-૩૪ ટીવા) ★ सिद्धानां पतनाभावान्न पुनः संसारावतारः, एतावता
"ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम्। गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः।।१।।" इति वादिनः सौगता निरस्ताः
(સગવન્દ્ર સપ્તતિ સ્નો-૬૪ ટીશા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org