________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૯૭
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમાવિસારૂor, Joi MoIIM મવGિUIof Iloil
(લિત પ્રgo ગ્લોઝ-૧)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. તીર્થકરોએ દેશના દ્વારા ઉપકાર કરતાં કંઈ ગણો ઉપકાર, ગણધર અને દ્વાદશાંગીરૂપી જીવંત તીર્થની સ્થાપના દ્વારા કર્યો:
તીર્થપ્રવર્તનનું કારણ તીર્થકરોનું અતિશય પુણ્ય છે, જે મહાપુણ્યના પ્રભાવે તેમને પ્રથમ દેશનાના અંતે જ ઉત્કટ પ્રજ્ઞાસંપન્ન પટ્ટધર શિષ્યો મળે છે; જેઓ તીર્થકરોની અર્થમય વાણીના સારને પામી સર્વ શાસ્ત્રોની
રચના કરે છે, જેથી તારક તીર્થસ્વરૂપ જીવંત વ્યક્તિ પણ તૈયાર થઈ અને તીર્થસ્વરૂ૫ વ્યક્તિઓને પણ આલંબન બને એવું શ્રેષ્ઠ તીર્થમય દ્વાદશાંગીરૂપ પ્રવચન પણ પ્રગટી ગયું. તીર્થકરો કે ગણધરો પોતાના સમગ્ર જીવનમાં ઉપદેશ દ્વારા જેટલા જીવોને પ્રતિબોધ કરે છે, તેના કરતાં કંઈ ગણા જીવો શાસ્ત્રરૂપ તીર્થનું આલંબન લઈને તરે છે. શાસ્ત્રથી જ તીર્થ અવિચ્છિન્ન બને છે. તીર્થકરો કે ગણધરોમાં તારવાની શક્તિ ઓછી નથી, તેઓ શરણાગત આખા જગતને તારી શકે તેવી ક્ષમતા ધરાવે છે, પણ તીર્થકરો અથવા ગણધરો યાવચંદ્ધિવાવિરો નથી. દેહમાત્ર મરણધર્મા-નાશધર્મા સ્વભાવવાળો છે. દેહધારી તીર્થકર આ પૃથ્વી પર સદેહે કાયમ કદી રહે નહીં. તેમનું પણ આયુષ્યકર્મ પૂરું થાય એટલે નિર્વાણ પામીને મોક્ષે જાય. ગણધરો માટે પણ તેમ જ બને. તેથી દ્વાદશાંગીમય પ્રવચનરૂપ તીર્થ ન હોય તો પાત્ર જીવોને તરવા માટે અવિચ્છિન્ન માર્ગ ન રહે. તીર્થકરો કે ગણધરો પોતાના હયાતીકાળમાં જગદુદ્ધારની પ્રવૃત્તિ કરી શકે, તેમનામાં પાત્રને તારવાની પ્રચંડ શક્તિ છે, પરંતુ તે આજીવન પૂરતું જ બને. જ્યાં સુધી આયુષ્ય છે, દેહ છે ત્યાં સુધી ઉપકાર થાય, દેહના વિલય સાથે પરોપકારનું કાર્ય અટકી જાય. તેવું ન બને તે માટે તીર્થકરો વારસારૂપે આ દ્વાદશાંગી પ્રદાન કરી ગયા કે જેના પ્રભાવે અસંખ્ય જીવો તરી શકે. ઋષભદેવ ભગવાને સ્થાપેલા પ્રવચનરૂપ તીર્થનાસાક્ષાત્ સાન્નિધ્યથી આ અવસર્પિણીમાં અસંખ્ય જીવો તર્યા અને પરંપરાએ તો અનંતા જીવો તર્યા. પરંપરા એટલે તે તીર્થમાં કોઈ જીવ સીધો મોક્ષે ન ગયો, પરંતુ તેમના શાસનની દ્વાદશાંગીના અવલંબનથી સમકિત આદિ પામ્યો; જે ભવિષ્યમાં ઊંચી સાધના કરી, તીર્થકર આદિ થઈ બીજા અસંખ્યને તારનાર બને. ઋષભદેવ પ્રભુના તીર્થમાં જ સાધના કરી સીધા મોક્ષે જનાર જીવો તે તીર્થથી સાક્ષાત્ તર્યા કહેવાય; જ્યારે તે તીર્થમાં અધ્યાત્મનો પ્રારંભ કરી ભવિષ્યમાં અનેક જીવોને તારીને તરે, તો તે તરનારા અનેક જીવો ઋષભદેવ પ્રભુના તીર્થથી પરંપરાએ તર્યા કહેવાય. અપેક્ષાએ તીર્થકરો કરતાં તીર્થમાં તારકશક્તિ વધારે છે. તેથી તીર્થપ્રવર્તન નાનોસૂનો ઉપકાર નથી; કેમ કે તે તો જેને ભવસાગરથી પાર પામવું છે, તરવું છે, તેને ભાવિમાં માર્ગ મળ્યા જ કરે તેવી સુબદ્ધ વ્યવસ્થાની દીર્ઘકાલિન સ્થાપના છે. તીર્થકરો તારવાનું શ્રેષ્ઠ સામર્થ્ય ધરાવે છે, પરંતુ તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org