________________
1998 જેને સનાતન વીતરાગ દર્શન (૧૬) કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણરૂપ કારકભેદો, સત્ત્વ, અસત્ત્વ,
નિત્ય, અનિત્ય, એકત્ત્વ, અનેકત્ત્વ આદિ ધર્મ ભેદો, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણભેદો, જો કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ
ભેદ નથી. “હું તો માત્ર શુદ્ધ ચૈતન્યમાત્ર અભેદ-સહજ આત્મસ્વરૂપ છું. (૧૭) મારા સ્વભાવમાં વિભાવનો અભાવ છે;
મારા જ્ઞાનમાં અજ્ઞાનનો અભાવ છે; મારી શક્તિમાં નિર્બળતાનો અભાવ છે; મારી શ્રદ્ધામાં મિથ્યાત્વનો અભાવ છે; મારા ચારિત્રમાં કષાયનો અભાવ છે; ચૈતન્ય ચૈતન્ય...ચેતન્ય... પ્રવાહમાં નિમગ્ન, “હું વીર્યને વરનાર, સ્વતંત્રતાથી શોભાયમાન, વિભુત્વથી વ્યાપનાર, ચિવિલાસસ્વરૂપ શુદ્ધ
ચૈતન્યમાત્ર-એક “જ્ઞાયકભાવ' - સહજ આત્મસ્વરૂપ છું. (૧૮) આત્મા જ્ઞાયકસ્વરૂપ પરને જાણવા કાળે અજીવને જાણે, રાગ-દ્વેષને જાણે,
શરીરને જાણે ત્યાં જાણપણે જે પરિણામે તે પોતે પરિણમે છે, જ્ઞાનસ્વરૂપે કાયમ થઈને પરિણમે છે, જ્ઞાન પરપણે થઈને પરિણમે છે એમ નથી, જ્ઞાન જ્ઞાનપણે રહીને પરને જાણે છે – એવો જાણનાર માત્ર એક શુદ્ધ ચૈતન્યમાત્ર સ્વરૂપ-સહજ
આત્મસ્વરૂપ છું. (૧૯) ભગવાન આત્મા, એકલો ચેતન્ય છે, પર્યાયની આડમાં, નવતત્ત્વની આડમાં દૂર
હતો તે એક જ્ઞાયકભાવની સમીપ જઈને તે એકને એકપણે અનુભવતાં તેમાં નવભેદો જણાતા નથી તેથી તે નવ અભૂતાર્થ છે. તેથી આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી જોતાં એક જીવ જ પ્રકાશમાન છે, એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન
છે. માટે હું એક શુદ્ધ ચૈતન્યમાત્ર – સહજ આત્મસ્વરૂપ છું. (૨૦) સામાન્ય, એક ધ્રુવ ચેતન્ય સ્વરૂપને અનુસરીને શાંતિ અને આનંદનો જે અનુભવ
થયો એ શુદ્ધનય છે. એક ત્રિકાળીનું લક્ષ કરતાં પર્યાયમાં જે દ્રવ્ય ત્રિકાળી જણાયું તે શુદ્ધનય છે અને એ અનુભૂતિ આત્મા જ છે. શુદ્ધનય કહો, આત્માનુભૂતિ કહો કે આત્મા કહો એ બધું એક જ છે. જુદાં નથી. આત્માનુભૂતિ એ જૈનશાસન છે.
આ જ્ઞાયક સંબંધી જે કોઈ ભાવ થયાં તે મારું સ્વરૂપ નથી, હું તો તેનાથી ભિન્ન એક શુદ્ધ ચેતન્યમાત્ર-સહજ આત્મસ્વરૂપ છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org