________________
(૯) “સર્વ મોક્ષ ક્યારેક જોયો હશે” એવો જેને વિકલ્પ ઊઠ્યો.. તો તેમાં તેણે વર્તમાનમાં
સર્વશને નકકી કર્યા અને સર્વશના સામર્થ્યને પણ પોતાના જ્ઞાનમાં નક્કી કર્યું છે. એમાં
અનંતનું વીર્ય વર્તમાનમાં કામ કરે છે. (૧૦) તે વર્તમાન વીર્યની જેને શ્રધ્ધા નથી તેને ભવિષ્યમાં મારો મોક્ષ પ્રગટવાનો પુરુષાર્થ
આટલું કામ કરશે એવી શ્રધ્ધા ક્યાંથી આવશે? (૧૧) જે જ્ઞાનમાં સર્વજ્ઞને નક્કી કર્યા છે તે જ્ઞાનના વર્તમાન અનંતા વીર્યની જેને શ્રધ્ધા નથી
તેને ભવિષ્યના મોક્ષના અનંતવીર્યની શ્રધ્ધા થઈ શકે નહિ. જેણે યથાર્થપણે સર્વશની
શ્રધ્ધા કરી છે તેને વધારે ભવ હોઈ શકે નહિ. (૧૨) સર્વજ્ઞના સામર્થ્યનો નિર્ણય કરનારની એક બે ભવમાં જમુકિત હોય.કમબધ્ધ પર્યાયનો
યથાર્થ નિર્ણય કરનારને લાંબો સમય હોઈ શકે જ નહિ. શ્રધ્ધામાં પરિપૂર્ણ દ્રવ્યનો સ્વીકાર કરવામાં વર્તમાન અનંતો પુરુષાર્થ છે અને તે પુરુષાર્થમાં મોક્ષદશાની પ્રતીતિ
આવી જાય છે. સાર - જેણે વીતરાગ દેવની સર્વજ્ઞતા માની અને જેવું તેનું સામર્થ્ય છે એવું જ સામર્થ્ય
પોતાની એક સમયની પર્યાયમાં પણ છે એમ જેણે કબૂલ્યું, તે રાગ-દ્વેષને (પરમાર્થે) પોતાના માને નહિ, કેમ કે સર્વજ્ઞને રાગ-દ્વેષ હોય નહિ. સંપૂર્ણ રાગરહિતપણું હોય તો જ સર્વશપણું હોઈ શકે, તેથી જેણે સર્વજ્ઞપણું પોતાનું સ્વરૂપ માન્યું હોય તે રાગને પોતાનું સ્વરૂપ માને નહિ. જે રાગને પોતાનો માને છે તે સર્વજ્ઞતાને પોતાની માનતો નથી. (કેમ કે જ્યાં રાગ છે ત્યાં વીતરાગપણું અને સર્વશપણું નથી.) અને જે પોતાનું
સ્વરૂપ સર્વજ્ઞ નથી માનતો તે પોતાના દેવનું સ્વરૂપ પણ સર્વજ્ઞ માનતો નથી અને જે પોતાના દેવનું સ્વરૂપ યથાર્થ માનતો નથી તે નાસ્તિક છે, જૈન નથી. રાગને પોતાનો માને એ તો મિથ્યાદ્રષ્ટિ જ છે. રાગનો સ્વભાવમાં સંપૂર્ણ અભાવ છે. દ્રવ્યદ્રષ્ટિના જોરે પર્યાયિદ્રષ્ટિ છોડાવવી છે. પર્યાયિદ્રષ્ટિ છોડીને પરિપૂર્ણસ્વભાવનો અનુભવ કરવો, તે જ બધાનો સાર છે, તે જ કર્તવ્ય છે. શ્રધ્ધા-જ્ઞાન-ચારિત્ર વડે સ્વરૂપના સહજ સુખનો ભોગવટો કરવો તે મારું કર્તવ્ય છે.
સ્વભાવની ભાવના સિવાય બીજી કોઈ ભાવનાથી સમ્યગ્દર્શન થાય નહિ. (૩) આત્મધર્મ સહજ અને સુલભઃ (૧) ચૈતન્યની પર્યાયમાં વિકાર થાય તેને જાણે અને તે વિકાર રહિત ચૈતન્યસ્વભાવને જાણે Jain Education International
For Pers&Y & Private Use Only
www.jainelibrary.org