________________
-
-
-
E
યથાર્થ (સત્ય) અર્થ એ જાણી શકતો નથી અને આત્મસ્વભાવથી અજ્ઞાન રહે છે. (૧૩) શુધ્ધ ચૈતન્યનું જ્ઞાન શુધ્ધ દશામાં થયું તે વખતનું જ્ઞાન જ્ઞાયકને પણ જાણે છે ને
રાગાદિને પણ જાણે છે છતાં તે જ્ઞાન પરનું નથી, તે જ્ઞાન તો જ્ઞાનનું જ છે. ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ થતાં પર્યાયમાં સ્વ-પરનું જ્ઞાન પ્રગટ્યું ત્યારે પરનું જાણવું થયું તે સ્વજ છે એટલે કે રાગ સંબંધીનું જ્ઞાન થયું તે રાગને લઈને થયું છે કે તે રાગનું જ્ઞાન છે તેમ
નથી પણ જ્ઞાનનું જ જ્ઞાન છે. (૧૪) વસ્તુનો સ્વભાવ એવો છે કે તેમાં કમબધ્ધ જ પર્યાય થાય; તથા કેવળજ્ઞાની પણ
વસ્તુસ્વરૂપના પરિપૂર્ણ જ્ઞાતા છે. તેમના જ્ઞાનમાં બધું જાણવામાં આવેલ હોવાથી દરેક દ્રવ્યના પર્યાય કમબધ્ધ જ થાય છે. એમ માન્યા વગર કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થપણે જાણવામાં આવતું નથી, માટે દરેક દ્રવ્યના પર્યાય કમબધ્ધ થાય છે એમ જિજ્ઞાસુઓએ નક્કી કરવું જોઈએ.
. (૧૫) હે જગતના જીવો! તમારા સુખનો એક માત્ર ઉપાય પરમાત્માતત્ત્વનો આશ્રય જ છે.
ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો જ આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિધ્ધ સુધીની સર્વભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્માત્ત્વનો જ ધન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે. તે આશ્રય મધ્યમકોટીની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર, યથા
ખ્યાતચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિધ્ધત્ત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે.
આ રીતે પરમાત્મા તત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન છે, તે જ સમજ્ઞાન છે, તે જ સમ્યફ ચારિત્ર છે. તે જ સત્યાર્થ પ્રતિકમણ, પ્રત્યાખ્યાન આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભકિત, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ તપ, સંવર, નિર્જરા, ધર્મ-શુકલ ધ્યાન વગેરે બધું ય છે.
એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્માતત્ત્વના આશ્રયથી અન્ય હોય.
હું ધ્રુવ, શુધ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું” એવી સાનુભવ શ્રધ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈપણ પરિણતિને પરમાત્માતત્ત્વના આશ્રય, પરમાત્માતત્ત્વનું આલંબન, પરમાત્મા તત્વ પ્રત્યેનો ઝોક, પરમાત્માતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્માતત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્માતત્ત્વની ભાવના,
પરમાત્માતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે. (૧૬) અકારણ પરિણામિક દ્રવ્ય છે; અર્થાત જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે
કમબધ્ધ પરિણમતું દ્રવ્ય છે તેથી તેને પોતાના ભાવે સ્વાધીન પણ પરિણમવામાં કોણ
resons 2 avate Use Only
www.jainelibrary.org