________________
(૨) હવે દરેક ઉદય પ્રસંગે ધારાવાહી ભેદજ્ઞાન કર... (અ) આ શરીરાદિ મૂર્તિક દ્રવ્યોથી ભિન્ન છું. (બ) આ પર્યાયમાં થતાં વિકારી ભાવો રાગાદિક
તેમાંથી ચૈતન્ય ભગવાન આત્મા ભિન્ન છે. આ રીતે દરેક સમયે પોતાનું અને પરના સ્વરૂપ સંબંધી અભિપ્રાયની ધારા તૂટવ્યા વગર જો બે ઘડી એ બધાનો પાડોશી થાય તો સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટે. સુખી થવાનો આ જ એક ઉપાય છે. (૩) આ ફક્ત શ્રદ્ધાની નિર્મળપર્યાય કેમ પ્રગટે તેની વાત છે.
બસ! બે ઘડી. (શ્રી આત્મધર્મ/અંક ૬૨) મિથ્યાદષ્ટિના મિથ્યાત્વનો નાશ કેમ થાય? અને ઊંધી માન્યતા અને અનાદિનાં પાપ કેમ ટળે? તેનો ઉપાય બતાવે છે.
આચાર્યદેવ કડક સંબોધન કરીને કહેતા નથી પણ કોમળ સંબોધન કરીને કહે છે કે હે ભાઈ ! આ તને શોભે છે ! કોમળ સંબોધન કરીને જગાડે છે કે તું કોઈપણ રીતે મહા કષ્ટ અથવા મરીને પણ, એટલે કે મરણ જેટલા કષ્ટ આવે તો પણ એ બધું સહન કરીને પણ, તત્ત્વોનો કૌતૂહલી થા!
જેમ કૂવામાં કોશિયો મારી તાગ લાવે છે, તેમ જ્ઞાનથી ભરેલા ચૈતન્ય કૂવામાં પુરુષાર્થરૂપી ઊંડો કોશિયો મારી તાગ લાવ, વિસ્મયતા લાવ, દુનિયાની દરકાર છોડા દુનિયા એકવાર તને ગાંડો કહેશે, ભંગડભૂત પણ કહેશે. દુનિયાની અનેક પ્રકારની પ્રતિકૂળતા આવે તો પણ તેને સહન કરીને, તેની ઉપેક્ષા કરીને “ચેતન્ય ભગવાન કેવા છે તેને જોવાને એકવાર કૌતૂહલ તો કરી જે દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં રોકાઈશ તો તારા ચૈતન્ય ભગવાનને તું જોઈ શકીશ નહીં. માટે દુનિયાનું લક્ષ છોડી દઈ અને તેનાથી એકલો પડી એકવાર મહાકષ્ટ પણ તત્ત્વોનો કૌતૂહલી થા , " જેમ સૂતર અને ખેતર (સોટી) ને મેળ ખાય નહીં; તેમ જેને આત્માની ઓળખાણ કરવી હોય તેને અને જગતને મેળ નહિ ખાય. સમકદષ્ટિરૂપ સૂતર અને મિથ્યાદષ્ટિરૂપ નેતરને . મેળ નહીં ખાય.
આચાર્યદેવ કહે છે કે હે બંધુ! તું ચોરાશીના કૂવામાં પડ્યો છે, તેમાંથી પાર પામવા માટે ગમે તેટલા પરિષહો કે ઉપસર્ગો આવે, મરણ જેટલાં કષ્ટો આવે તો પણ તેની દરકાર છોડીને, પુણ્ય પાપરૂપ વિકારી ભાવનો બે ઘડી પાડોશી થા, તો ચૈતન્યદળ તને જુદું જણાશે.
શરીરાદિ તથા શુભાશુભભાવ એ બધું મારાથી જુદું છે ને હું એનાથી જુદો છું, પાડોશી છું એમ એકવાર પાડોશી થઈ આત્માનો અનુભવ કરી
-
- - rs
& વિકાસના કાળા જ