________________
સમગ્ર જીવન વર્તમાનમાં એક સમયમાં સમાય જાય છે. પર્યાય એના સ્વકાળમાં ધ્રુવ જ છે. ધ્રુવની ધ્રુવતાનો એક સમય પણ જો તને સ્વીકાર થઈ જાય તો તે સ્વીકારનારી પર્યાય ધ્રુવ થઈ જાય. - શ્રધ્ધામાં જે જ્ઞાયક સંબંધીની શ્રધ્ધા થઈ એની પ્રતીત કહેવાય છે. એ જ્ઞાયક સંબંધી થયેલ પ્રતીતિનું જ્ઞાન જ્ઞાનમાં જ્યારે થાય છે ત્યારે સમ્યગ્દર્શન કહેવાય છે.
શ્રધ્ધામાં પ્રતીત થઈ, પછી જ્ઞાનમાં સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે. (૭) અનુભૂતિ વખતે જ્ઞાનની પર્યાયિને અને શ્રધ્ધાની પર્યાયને અંતર્મુખ થવામાં કાંઈ કાળભેદ
નથી. “સર્વ ગુણાંશ તે સમકિત’ આ નિયમથી છે. (૮) જૈન દર્શન વસ્તુ સ્વરૂપ છે, જૈન દર્શન સ્વરૂપ દર્શન છે. ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન .
કે જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સમાય છે તે ભાવકૃતજ્ઞામ પરિણમન અખંડ એક દ્રવ્યના આશ્રયે પ્રગટે. આ સર્વશના સર્વ કથનનો સાર છે. સ્વમાં એકત્વ અને પરથી વિભકત એવો આત્માનો સ્વભાવ છે. આહા! ભગવાન આત્મા જેવો છે એવા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અભેદ એવા એક ધ્રુવ આત્મામાં જેઓ ઠરી જાય છે તેઓ અમૃતમય પરમ મોક્ષ પદને પામે છે. આહા ! અભેદ થતી પર્યાય..
સ્વ દ્રવ્યમાં આવા અંદરના નિધાન જોઈને વિશિષ્ટ ! આલ્હાદક ! આનંદના તરંગના પ્રવાહમાં... પયય દ્રવ્યમય પરિણમી જાય છે. (૧૦) એ પર્યાય ધ્રુવમય થઈ આનંદના મહાસાગરમાં મહાસાગરમય બની જાય છે.
એ પર્યાય અક્ષય-અમય બની જાય છે, એ પર્યાય સાદિ-અનંત થઈ જશે. એ પર્યાય પ્રવાહરૂપ ધ્રુવ થઈ જાય છે. અભેદ ! અભેદ ! અભેદ! વેદન ! વેદન! વેદન! આનંદ ! આનંદ! આનંદ! વસ્તુ અભેદ છે તો પર્યાય પણ અભેદ થઈ જાય છે. વિશ્વમાં સત્ એક જ હોય ! ' આ જ અનુભૂતિની વિધિ છે.
a
ucalomnematon
- - -rss૩૮&
www.jamemorary.org