________________
(૩)
હે ભવ્ય જીવો! આ પરમાત્મા તત્વનો આશ્રય કરી તમે શુધ્ધ રત્નત્રય પ્રગટ કરો! અને અનંત અક્ષય સુખની પ્રાપ્તિ કરો!
આત્મ પ્રસિધ્ધિ (૧) હે જીવ! અનંતકાળથી અપ્રસિધ્ધ એવા જે તારો આત્મા તે કેમ પ્રસિધ્ધ થાય તેની આ
વાત છે. (૨) અજ્ઞાનપણે વ્રતાદિ કરીને અનંતવાર સ્વર્ગે ગયો પણ આત્માના જ્ઞાન લક્ષણને તે ન
ઓળખું તેથી તેને “આત્મ પ્રસિધ્ધિ” ન થઈ, પણ રાગની જ પ્રસિધ્ધિ થઈ. જ્ઞાનને આત્મા તરફ વાળીને આત્માની પ્રસિધ્ધિ તે ન કરી, પણ જ્ઞાનને રાગ સાથે
એકમેક માનીને તે રાગની જ પ્રસિધ્ધિ કરી. (૪) રાગથી જુદુ જ્ઞાન કેવું છે તેને જાણ, એ ભેદના વિજ્ઞાનને જાણ, તો રાગથી ભિન્ન
પડેલા તે જ્ઞાનલક્ષણ વડે. ભગવાન આત્માની પ્રસિધ્ધિ થાય ને તારું ભવ ભ્રમણ ટળી
જાય. (૫) “રાગની પ્રસિધ્ધિ તે રખડવાનું કારણ છે.
આત્મ પ્રસિધ્ધિ તે સિધ્ધ પદનું કારણ છે.” (૬) સમ્યગ્દર્શન અને સમજ્ઞાન થતાં આત્મા પ્રસિધ્ધિ થાય છે. રાગને આત્માની પ્રસિધ્ધિનું
સાધન નથી પણ જ્ઞાનને અંતરમાં વાળવું તે એક જ ભગવાન આત્માની પ્રસિધ્ધિનું
સાધન છે. (૭) હે જીવ! પરદ્રવ્યો તરફ વળીને રાગ સહિત જે જ્ઞાન જાણે તે તારું સ્વરૂપ નથી, પણ
ચૈતન્ય સ્વભાવમાં વળીને જ્ઞાનની જે અવસ્થા, ચૈતન્ય સ્વભાવમાં અભેદ વળીને
તેમાં લીન થયેલો પર્યાય તે જ ચૈતન્યનું સર્વસ્વ છે. (૮) અહો ! આવા ભગવાન ચૈતન્ય સ્વભાવના સ્વીકારમાં કેટલો પુરૂષાર્થ છે ! પોતાના
મતિ-શ્રુતજ્ઞાનને સ્વભાવમાં એક કરીને સ્વભાવના આશ્રયે હું જ્ઞાતા-દષ્ટ છું એમ જે સ્વીકાર્યું તેની જ્ઞાન ચેતના જાગૃત થઈ, તે આત્મા પોતે જાગૃત થયો, સાધક થયો અને
હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાનો છે તેની આ વાત છે. (૯) આત્માના આનંદના અનુભવપૂર્વક જેને આત્મપ્રસિધ્ધિ કરવી હોય તેને અંતરમાં આ
વાતનો મહિમા આવવો જોઈએ કે અહો ! આ મારા આત્માની કોઈ અપૂર્વ વાત છે. અનંત શક્તિસંપન્ન મારા આત્માને આ વાત પ્રસિધ્ધ કરે છે કે જે આત્મ પ્રસિધ્ધિ પરમ આનંદનું કારણ છે.
સાધન નથી પણ
-
ers
& બાદ
refer
Terr TET-Tg