________________
શાંત, શાંત ધીરો થઇને અંતરના સ્વભાવની એકતાને અવલંબીને જે સમ્યગ્દર્શન થાય તેમાં સમ્યજ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્રનો અંશ પણ ભેગો ઉત્પન્ન થાય છે. માટે અહીં એક સમ્યગ્દર્શનને જ મોક્ષનું કારણ કહ્યું તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ એ આવી ગયું.
પોતાના સહજાનંદ સ્વભાવની દૃષ્ટિ થઇને રૂચિનું પરિણમન થયું તેમાં સ્વરૂપની શ્રધ્ધા, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપમાં અંશે રમણતારૂપ ચારિત્ર આવી જાય છે. એનો અર્થ એ થયો કે ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનમાં સ્વરૂપ-આચરણ ચારિત્ર હોય છે. કેમ કે ભગવાન આત્મા પોતાના અંતર સ્વભાવ તરફ ઢળ્યો અને પ્રતીત ને જ્ઞાન થયા એમાં એટલો જ અનંતાનુબંધીનો અભાવ થઇ તે સ્વરૂપની રમણતારૂપ ચારિત્ર પ્રગટ થયા વિના સમ્યગ્દર્શન જ હોઇ શકે નહીં.
જ
સમ્યગ્દર્શન એક જ મોક્ષમાર્ગ કહેતાં એકાંત થઇ જતું નથી ? કે ના, એમાં અનેકાંત રહે છે. સ્વરૂપની દૃષ્ટિ, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપ આચરણ ત્રણે ભેગા છે ને તેમાં વિકલ્પાદિ ભાવનો નાસ્તિભાવ છે. વ્યવહાર સમકિત તો રાગ છે, તેનો નિશ્ચય-સમ્યગ્દર્શનમાં અભાવ છે. આવા સમ્યગ્દર્શન વિના બીજાને સમ્યગ્દર્શન માને તેની મિથ્યાદર્શનની પર્યાય છે.
સર્વજ્ઞની વાણીમાં એમ આવે છે કે અમારા કહેલાં શાસ્ત્રોની શ્રધ્ધાને અમે સમ્યગ્દર્શન કહેતાં નથી. તારા આત્માની સન્મુખ થઇને પ્રતીત થવી, અનુભવ થવો તે એક જ સમ્યગ્દર્શન છે. બીજા પ્રકારનું સમ્યગ્દર્શન અમે કહ્યું નથી, કહેતાં નથી ને છે પણ નહીં.
ΟΥ
ભગવાન તારામાં તું પૂરો પડચો છો, તારે કોઇની જરૂર નથી, પર પદાર્થની શ્રધ્ધાની તો જરૂર નથી, પરસન્મુખના આશ્રયે થતાં દયા-દાન આદિના રાગભાવની તો જરૂર નથી, એ તો ઠીક પણ ભગવાન આ અને ગુણ આ એવા મનના સંગે ઉત્પન્ન થતાં વિકલ્પની પણ તને જરૂર નથી.
સંતો અહીં આદેશ કરે છે કે આત્મા ! નિશ્ચયથી એ રીતે છે એમ તું જાણ ! બાકી બધો વિકલ્પ હોય તેને વ્યવહાર નિમિત્ત તરીકે તું જાણ ! બીજો મોક્ષમાર્ગ જરીએ નથી. વ્યવહાર શ્રધ્ધાનો, શાસ્ત્રના જ્ઞાનનો, કોઇ કષાયની મંદતાના વ્રતાદિનો ભાવ કિંચિત્ છૂટકારાનો માર્ગ નથી, એ તો બંધનનો માર્ગ છે. એમ હે આત્મા ! નિશ્ચયથી જાણ ! વ્યવહારનું જે સ્વરૂપ છે તે જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. ભાઇ ! તને પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાનની મહિમા આવતી નથી ને તેની મહિમા વિના તને ભેદને રાગની જેટલી મહિમા આવે છે એ મિથ્યાદર્શન છે, શલ્ય છે. બાપુ ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ જગતને સાંભળવા મળ્યો નહીં તેથી ઉંધે રસ્તે ચઢીને માને કે અમે ભગવાનને માનીએ છીએ, પણ ભગવાન તો એમ કહે છે કે જેમ રાખ ઉપર ગાર કરે તે ગાર નથી પણ લીંપણા છે, તેની જેમ આત્માના દર્શન વિના તેને દેવ-શાસ્ત્ર-ગુરૂની સાચી શ્રધ્ધા નથી, કેમ કે માનીએ છીએ એમ માને છે તે માન્યતા જૂઠી છે. આત્મદર્શન વિના દેવ-શાસ્ત્ર-ગુરૂની સાચી શ્રધ્ધા રહેતી નથી. આવું વસ્તુસ્વરૂપ છે ભાઇ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org