SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુટ્યરૂપે બિરાજમાન થયા છે, ત્યાં અનંત જ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્ વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે, અનંત દર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંતવીર્યવડે એવા ઉપર્યુકત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુળ પરમાનંદને અનુભવે છે. વળી જે સર્વથા સર્વ રાગદ્વેષાદિ વિકાર ભાવોથીરહિત શાંતરસરૂપ પરિણમ્યા છે, ક્ષુધા - તૃષાદિ સમસ્ત દોષોથી મુકત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે, આયુધ અંબરાદિવા અંગ વિકારાદિક જે કામ ક્રોધાદિ સિંઘ ભાવોમાં ચિન્હ છે તેથી રહીત જેનું પરમૌકારિક શરીર થયું છે, જેમના વચન વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, જે વડે અન્યજીવોનું કલ્યાણ થાય છે, અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણ રૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું જેને સંયુકત્તપણુ હોય છે તથા જેને પોતાના હિતને અર્થે શ્રી ગણધર - ઈન્દ્રાદિક ઉત્તમજીવો સેવન કરે છે એવા સર્વ પ્રકારે પૂજવાયોગ્ય શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો! લોકમાં બધા મળીને અનંતદ્રવ્ય છે, પ્રત્યેકદ્રવ્યમાં અનંત ગુણ છે અને પ્રત્યેક ગુણની ત્રિકાળવર્તી અનંત પર્યાયો હોય છે, જે સમસ્ત દ્રવ્યોને, ગુણોને, પર્યાયોને સર્વજ્ઞ ભગવાન એક સમયમાં કોઈની પણ સહાય વગર પરિપૂર્ણરૂપે જાણે છે. સમસ્ત જગતમાં જે કાંઈ ભૂતકાળમાં થઈ ગયું છે, ભવિષ્યકાળમાં જે કાંઈથવાનું છે અને વર્તમાનકાળમાં જે કાંઈ વર્તી રહ્યું છે એ રીતે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં બધું જ વર્તમાનમાં સ્પષ્ટ પ્રગટરૂપ જણાય છે. -સર્વદ્રવ્ય પર્યાયે યુકેવલણ્ય- તત્વાર્થ સૂત્ર - અધ્યાય ૧ -સૂત્ર ૨૯ એવા અરિહંત ભગવાનનાચાર અનંત ચતુષ્ટય અને આઠ પ્રાતિહાર્યગુણો એમ મળીને બાર ગુણ છે. તે સિવાય ચોત્રીસ અતિશયો હોય છે. દશ જન્મના અતિશય શરીર સંબંધિત છે, ૧૦ કેવળજ્ઞાનના અતિશય બાહ્ય સમવસરણ વગેરે પુણ્યસામગ્રી સંબંધીત છે અને ચોક દેવકૃત તો સ્પષ્ટ દેવો વડે જ કરેલા છે. * અનંતચતુટ્યઃ આ ચાર આત્માશ્રિત છે. ૧. અનંતજ્ઞાન ૩. અનંત વીર્ય ૨. અનંત દર્શન ૪. અનંત સુખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy