SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ • જમ્બુદ્વીપના સાત ખંડ થઈ ગયા છે. ૧. ભરતક્ષેત્ર ૩. હરીવર્ષ ૫. રમ્યક ૭. ઐરાવત્ ૨. હૈમવત ૪. વિદેહ ૬. હરણ્યવત્ જમ્બુદ્વીપના ચારે બાજુ લવણ સમુદ્ર છે. તેની આજુબાજુ ઘાતકી ખંડ છે. તેની આજુબાજુ કાલોદધિ સમુદ્ર અને તેને આજુબાજુ પુષ્કરદ્વીપ છે. ઉપરોક્ત ક્ષેત્રને નરલોક કહે છે પાંચમેરુસંબંધી પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, પાંચ વિદેહક્ષેત્ર, એવી રીતે મળીને ૧૫ કર્મભૂમિ છે. જ્યાં અસી, મસી, કૃષી, સેવા, શિલ્પ અને વાણિજ્ય એ છ કર્મોની પ્રવૃત્તિ છે તેને કર્મભૂમિ કહે છે. જ્યાં એ છ કર્મોની પ્રવૃત્તિ હોતી નથી તેને ભોગભૂમિ કહે છે. આ લોકની બરાબર વચ્ચે ત્રસનાડી ઉપરથી નીચે સુધી હોય છે. તેમાં બધા ત્રસ અને સ્થાવર જીવો રહે છે. બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિયોમાં જન્મ લેવા વાળા જીવોને ત્રસ કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિમાં જન્મ લેવાવાળાને સ્થાવર કહે છે ચૌદ રાજલોકમાં અનંતાજીવો ઠાંસીઠાંસીને ભરેલા છે. જેને સૂક્ષ્મ નિગોદના ગોળા કહેવામાં આવે છે. તેવા એક ગોળામાં અસંખ્ય શરીર અને એકેક શરીરમાં અનંતા નિગોદના જીવો હોય છે. મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવ એમ ચાર પ્રકારનાં સંસારી જીવ છે. લોકમાં અનંત જીવો છે. એકેક જીવ અસંખ્યાત પ્રદેશના સમુદાયરૂપ હોવાથી જીવાસ્તિકાય હેલ છે. ચૌદ રાજલોકના જેટલા આકાશ પ્રદેશો તેટલા એક જીવના આત્મ પ્રદેશો હોય છે. * દ્રવ્ય જીવો અનંતા છે. * ક્ષેત્રથી પ્રત્યેક જીવ પોતાના શરીર જેટલા આકાશ ક્ષેત્રમાં વ્યાપીને રહેલો હોય છે. સર્વ જીવો ચૌદ રાજલોકમાં રહેલા છે. લોકાકાશની બહાર જીવો નથી. લોકાશના અસંખ્યાતા પ્રદેશમાં તે પ્રદેશોથી અનંતગુણ જીવો ભરેલા છે. દરેક જીવના પ્રદેશસમુહનો સંકોચ વિકાસ થવાનો સ્વભાવ હોવાથી અને આકાશ ક્ષેત્રનો અવગાહ આપવાનો સ્વભાવ હોવાથી એક જ આકાશખંડમાં ઘણા જીવો સમાઈને રહે છે. * કાળથી જીવ અનાદિ-અનંત છે. જીવને કોઈ બનાવતા નથી. તેમ કોઈ એનો નાશ કરી શકતા નથી. જીવદ્રવ્યનવાબને નહિ, એનો સર્વથા વિનાશ Jain Education International For. Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy