________________
२५
૧. પ્રત્યેક જીવ ઈચ્છાનુસાર અનેકાનેક પ્રયાસ કરતો હોવા છતાં ઈચ્છાનુસાર સામગ્રી કેમ પ્રાપ્ત થતી નથી ?
કેટલાકને મળે છે અને કેટલાકને એમાં સફળતા નથી મળતી. હવે વસ્તુસ્થિતિ જોઈએ તો જીવ નવો તો પેદા થતો નથી અને એનો નાશ પણ થતો નથી. એથી પ્રતીતિ થાય છે કે જીવ અનાદિથી છે અને અનંતકાળ સુધી ક્યાંય પણ હરો. આ રીતે જીવના અસ્તિત્ત્વનો વિશ્વાસ આવે છે. ૨. જીવની સત્તા અનાદિ-અનંત માનવાથી એ પણ સ્વીકાર કરવો પડશેકે જીવ જે પણ શુભ-અશુભ ભાવ વર્તમાનમાં કરે છે એનું શુભ અશુભ ફળ જરૂર આવવું જોઈએ. આ વાત કર્મબંધનની પ્રક્રિયા સમજવાયી સમજાય છે. કર્મના ઉદય પ્રમાણે ફળ આવે છે. આનું નિષ્કર્ષ એ છે કે ઈચ્છીત સામગ્રીનું મળવું કે ન મળવું પોતાના વર્તમાન પ્રયાસોનું ફળ નથી પરંતુ ઉપાર્જીત પુણ્ય અથવા પાપકર્મના ફળ અનુસાર જ સામગ્રી પ્રાપ્ત થાય છે. આનું તાત્પર્ય જ એ છે કે ઈચ્છા ઓ જ દુઃખ અથવા આકુળતાની જનની છે.
૩. જે માર્ગથી ઈચ્છાઓનો અભાવ થાય તે જ ધર્મ છે, તે જ મોક્ષમાર્ગ છે, તે જ વીતરાગ પંથ છે, તે જ જિનશાસન છે. ધર્મ તે જ છે જેને ધારણ કરવાથી આકુળતારૂપી દુઃખ નો અભાવ થંઈ નિરાકુળતારૂપી સુખની પ્રાપ્તિ થાય. ૪. તો હવે પ્રશ્ન એ થાય કે સુખ શું છે? ક્યાંથી અને કેમ પ્રાપ્ત થાય છે ? સુખ એ કોઈ વસ્તુ નથી કે જે ભોગવવાથી મળી શકે. સુખ એ અનુભૂતિનો વિષય છે. એનો અનુભવ થાય છે. આત્મામાં ઉત્પન્ન થવાવાળો દુઃખ તે જ છે કે જે ઈચ્છાઓના ઉત્પન્નથી ઉત્પન્ન થયો હતો અને આપણા અનુભવમાં આવે છે કે તે આત્માની અનુભૂતિનો વિષય હતો. આ આકુળતારૂપ દુઃખ ઓછું પણ આત્મામાં જ થાય છે. એનો અર્થ એ થયો કે દુઃખ ના અભાવને સુખ કહેવામાં આવે છે. એ સુખ પણ આત્મામાં જ છે. જિનવાણી અને ગુરુ ઉપદેશથી યથાર્થ સ્થિતિ જો સમજાઈ જાયકે સુખ બહારની વસ્તુમાં નથી પણ પોતાનું સુખ પોતાના આત્મામાં જ છે.
પ. તો એક સહજ જ પ્રશ્ન ઉભો થાય છે કે જ્યારે આત્મા સુખ સ્વભાવી છે, એનો નિરંતર સુખમય રહેવાનો સ્વભાવ જ છે તો સુખમાંથી – દુઃખ ઉત્પન્ન જ કેમ થાય છે? અને આત્મા દુઃખ નું ઉત્પાદન જ કેમ કરે છે?
આત્માસ્વયં દુઃખનો ઉત્પાદક છે જ નહિ; તો એ દુઃ ખનું ઉત્પાદન સ્વયં કરે જ કેમ? કેમકે દુઃખ તો એને જોઈતું જ નથી. પરંતુ એની સુખ સંબંધી વિપરીત માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા જ ઉપરોક્ત સમસ્ત આકુળતાની ઉત્પાદક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org