________________
૨૫
આવી રીતે પ્રાપ્ત સામગ્રી ભોગવવાની આકુળતા અને સાથે સાથે બીજી સામગ્રી પ્રાપ્તકરવાની આકુળતા, આ પ્રમાણે ભોગ-ઉપભોગની સામગ્રીની ઉપલબ્ધિમાં આ હોડ ઓછી થવાને બદલે હજુપણ વધુ આ દોડની તીવ્રતા વધી જાય છે.
આ પ્રમાણે સત્ય તો એ છે કે તેની આ માન્યતા જ મિથ્યા છે કે શરીર જ હું છું, એમાં મારું જીવન છે. આ મિથ્યા માન્યતાને કારણે ઉપરોક્ત પ્રકારથી નિરંતર આકુળતામાં આખું જીવન આકુળતા કરતાંકરતાં નષ્ટ કરી દે છે અને તે છતાં પણ તે સુખી થયો છે એમ જોવામાં આવતું નથી. હવે આ પ્રશ્ન થાય છે કે આ બાહ્ય સામગ્રીના સંયોગ કે વિયોગ થી શું સુખદુઃખ થાય છે ?
જે લોકોએ આ ઈચ્છિત સામગ્રી પ્રાપ્ત કરી છે એને ભોગવવાની ઈચ્છા સિવાય બીજી કોઈ આકુળતા ન હોવી જોઈએ. પરંતુ એ પણ જોવામાં નથી આવતું. પ્રાપ્ત સામગ્રી ભોગવવાની સાથે સાથે આ સામગ્રીને સાચવી રાખવા તેમજ એને ભોગવવા માટે શરીર અને ઈન્દ્રિયોને પુષ્ટ કરવામાં અને એમાં જો બાધક કારણ આવી પડે તો તેમને હટાવવા-નષ્ટ કરવાની તીવ્ર આકુળતા નિરંતર વધતી જાય છે.
-
* ઉપરોક્ત આકુળતાની સાથે સાથે- પર્યાપ્ત સામગ્રી હોવા છતાં એને પ્રમાણ બહાર વધારવાની ઈચ્છા એને હજુ વધુ આકુળ બનાવે છે. કારણ કે અન્ય દ્રવ્ય આપણી અનુકૂળતા પ્રમાણે પરિણમે, પ્રતિકૂળ ન પરિણમે – એવું કોઈ દ્રવ્ય જગતમાં પરાધીન તો છે નહિ તથા એ સંભવ પણ નથી. જો એવું સંભવ માની લેવામાં આવે તો દરેક વ્યક્તિની ઈચ્છા પ્રાપ્ત થઈ જવી જોઈએ, પરંતુ આવું પણ થતું નથી અને થઈ શકે એમ પણ નથી.
આ બધી સમજાવટ પછી એ નિષ્કર્ષ નીકળે છે કે આ પ્રાપ્ત સામગ્રી એ સુખ કે દુઃખ નું કારણ નથી પરંતુ અંદરમાં થતી આકુળતા જ દુઃખ છે, જેને સુખી થવું હોય તેમણે આકુળતાની ઉત્પાદક ઈચ્છાઓ અને આ ઈચ્છાઓની ઉત્પાદક મિથ્યા માન્યતાને છોડવું જોઈએ. શાસ્ત્રોમાં દુઃખના ત્રણ કારણ બતાવવામાં આવ્યાછે.
(૧) મિથ્યા દર્શન (૨) અજ્ઞાન (૩) અસંયમ.......
આ કેવળ સત્ય છે. આ વાત મૂળભૂત ભૂલ તરીકે પાંચ મુદ્દામાં સમજાવીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org