SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવાં છે એમ માને છે તે સંવરતત્ત્વની ભૂલ છે. નિશ તરવની ભૂલ આત્મામાં આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાની થવી તેને સંવરપૂર્વક નિર્જરા કહેવામાં આવે છે. તે નિશ્ચય સમ્યગ્દર્શનપૂર્વક જ હોઈ શકે છે. જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી શુભ-અશુભ ઈચ્છાનો નિરોધ થાય છે તે તપ છે. તપ બે પ્રકારના છે. ૧. બાળ તપ ૨. સમ્યક તપ અજ્ઞાન દશામાં જે તપ કરવામાં આવે છે તે બાળત૫ છે, તેનાથી કદી સાચી નિર્જરા થતી નથી. પણ આત્મસ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ-અશુભ ઈચ્છાનો અભાવ થાય છે તે સાચી નિર્જરા છે- સમ્યક્ તપ છે. પણ મિથ્યાષ્ટિ જીવ એમ માનતો નથી. પોતાની અનંત જ્ઞાનાદિ શક્તિને ભૂલેછે, પરાશ્રયમાંશુમાને છે, શુભાશુભઈચછા અને પાંચ ઈન્દ્રિયોના વિષયોની ચાહને રોકતો નથી. આ નિર્જરા તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. તે નિર્જરા તત્ત્વની ભૂલ છે. મોક્ષ તરવની ભૂલ પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થાત્ જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે અને તે જ ખરું સુખ છે, પણ અજ્ઞાની તેમ માનતો નથી. મોક્ષ થતાં તેજમાં તેજ મળી જાય અથવા ત્યાં શરીર, ઈન્દ્રિયો અને તેનાવિષયોવિનાસુખકેમ હોઈ શકે? ત્યાંથી ફરી અવતાર લેવો પડેવગેરે. એમ મોક્ષ દરામાં નિરાકુળપણું માનતો નથી, તે મોક્ષ તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. - સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય છે અને તે જ ખરું સુખ છે-એમનમાનતાં, બાહ્ય વસ્તુઓની સગવડોથી સુખ મળી શકે એમ જીવ માને છે, તે મોક્ષ તત્ત્વની ભૂલ છે. ભૂલોનુંn: આ ભૂલોનું ફળ જીવને સમયે સમયે અનંત દુઃખનો ભોગવટો છે; એટલે કે ચાર ગતિઓમાં મનુષ્ય, દેવ, તિર્યંચકે નારકી તરીકે જન્મી મરી દુઃખ ભોગવે છે. - આગતિઓમાં સૌથી હલકામાં હલકી ગતિનિગોદ એકેન્દ્રિયની છે, સંસાર દશામાં વધારેમાં વધારે કાળજીવતેમાં કાઢે છે. તે અવસ્થા ટાળી બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય ભાગ્યે જ થાય છે અને તેમાં પણ મનુષ્યપણું પ્રાપ્ત કરવું.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy