SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે શેયને પણ સાથે જ જાણ્યું. એ શેયને નહિ પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયા નો કર્તા પણ પોતે અને જાનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ અશુદ્ધ જણાયો પર્યાયમાં. એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું .’ પર્યાય એમ જાણે-અનુભવે છે કે ત્રિકાળી દ્રવ્યતે હું છું. માટે એકલો જે જ્ઞાયક ધ્રુવ ભગવાન છે તે એક જ દષ્ટિ નો વિષય આશ્રય કરવા યોગ્ય છે. નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા યોગ્ય નથી. અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ-અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો સ્વયમેય અનુભવાય છે.' • જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવાતો એકાંતવાદનો ઉપદેશસાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. અજ્ઞાની જીવોને સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાંત સ્વરૂપપણું પ્રગટ કરે છે - સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવેતો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. જ્ઞાનને તત્ત્વસ્વરૂપ, અસ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સ્વરૂપ, પરનાદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસસ્વરૂપ, નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપઈત્યાદિ અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યજ્ઞાન છે. સર્વથા એકાંતમાનવું તેમિથ્યાજ્ઞાન છે. પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞાયક માત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (અર્થાત્ પરસ્પર ભિન્ન એવા અનંતધર્મોના સમુદાયરૂપે પરિણમેલી જે એક જાણનક્રિયા તે જાણનક્રિયા માત્ર એક ભાવની અંતઃપાતિની (જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત્ જ્ઞાનમાત્ર એકભાવની અંદર આવી જતી) અનંત શક્તિઓ ઉછળે છે. આત્માના જેટલા ધર્મો છે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy