SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ સુખી થયા વિના રહે નહિ. એની સાથે સંયમને શું સંબંધ? એ જ કે સંયમન નું નામ જ તો સંયમ છે, ઉપયોગને પર પદાર્થોથી વાળી લઈ પોતાનામાં લીન થવું એ જ ઉત્તમ સંયમ છે. * આ આત્મા પરને શોધવામાં એટલો મગ્ન છે અને અસંયમી થઈ ગયો છે ‘કે શોધનારો પોતે જ ખોવાઈ ગયો છે. પરયનો લોભી આ આત્મા સ્વયને ભૂલી જગયો છે. બાહ્ય પદાર્થોને જાણવાની વ્યથામાં અંતરમાં અવલોકનની કુરસદ જ એને નથી. અંતર અવલોકન જરૂરી છે. આત્મામાં જામવું, રમવું, એ જ સંયમ છે. તેથી સંયમ પ્રાપ્ત કરવા માટે ઈન્દ્રિયોગોને જ નહિ, ઈન્દ્રિયજ્ઞાનને પણ તિલાંજલી દેવી પડશે. સમ્યગ્દર્શન વિના સંયમ હોતો જ નથી. ઈન્દ્રિયજ્ઞાન આત્માશાનમાં સાધક નહિ, બાધક છે. પરને જાણનારું જ્ઞાન અજ્ઞાન છે. આત્માને જાણનારું જ્ઞાન આત્મજ્ઞાન છે. * સંયમની સર્વોત્કૃષ્ટદશા ધ્યાન છે. જ્ઞાન એટલે જાણવું ધ્યાન એટલે સતત જાણતા રહેવું. ઘર છોડી વનમાં જાઉ એ ભાવના જ ઉત્તમ સંયમ છે. ઉત્તમ ત૫ વ્યાખ્યા સમસ્ત રાગાદિ પર ભાવોની ઈચ્છાના ત્યાગ વડે શ્વે સ્વરૂપમાં પ્રતાપન કરવું- વિજયન કરવું એ તપ છે. આત્મલીનતા દ્વારા વિકારો પર વિજય પ્રાપ્ત કરવો એતપ છે. તપની સાથે જોડાયેલો ઉત્તમ’ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. સમ્યગ્દર્શન વિના કરવામાં આવેલું સઘળું તપ આત્મ ઉપલબ્ધિના કારણમાં નિરર્થક છે. સ્વરૂ૫ . ઉત્તમ તપ એ સમ્મચારિત્રનો ભેદ છે. સમ્યક્યારિત્ર, સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન વિના હોતું નથી. પરમાર્થ વિના એટલેકે શુદ્ધાત્મતત્વરૂપી પરમ અર્થની પ્રાપ્તિ વિના કરવામાં આવેલું સઘળુંતપબાળપ છે. આત્માનુભૂતિથી રહિત જે જીવતપ કરે છે અને વ્રતધારણ કરે છે તેને બાળતપ અને બાળવ્રત કહેવામાં આવે છે. દેહઅને આત્માનો ભેદનહિ જાણનાર અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ કદાચ ઘોર તપશ્ચયરણ કરે તો પણ મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. જગતમાં એવો કોઈ પદાર્થનથી કે જે નિર્દોષતપ વડે પુરુષને પ્રાપ્તનથઈ શકે. અર્થાત્ તપથી સર્વ ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ તપ એના સ્વરૂપ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy