SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ = નહિ. સત્ય તો સત્યની રૂચિ, મહિમા અને લગનીવાળાઓને જ પ્રાપ્ત થાય છે. બધા એ સત્ય ધર્મ પામે એ જ ભાવના... ઉત્તમ સંયમ : વ્યાખ્યા સંયમન ને સંયમ કહે છે. સંયમન એટલે ઉપયોગને પર પદાર્થોથી ખસેડી લઈ આત્મસન્મુખ કરવો, પોતાનામાં જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વસન્મુખતા, સ્વલીનતા જ નિશ્ચય સંયમ છે. પાંચવ્રતો ધારણ કરવાં, પાંચ સમિતિઓનું પાલનકરવું, ક્રોધાદિકષાયનો નિગ્રહ કરવો, મન, વચન, કાયારૂપ ત્રણ દંડોનો ત્યાગ કરવો અને પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતવા એ સંયમ છે. ૨૪૯ સંયમની સાથે જોડાયેલો ‘ઉત્તમ’ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. સમ્યગ્દર્શન વિના સંયમની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને કલાગમ સંભવીત નથી. સંયમતેજ છે જે સમ્યક્ત્વનો અવિનાભાવી હોય,અન્ય નહિ. સ્વરૂપઃ સંયમ એક મહામૂલું રત્ન છે. એને લૂંટવા માટે પંચેન્દ્રિયના વિષય કષાયરૂપી ચોર નિરંતર ચારે બાજુ આંટાફેરા મારી રહ્યા છે. સંયમ મુક્તિનું સાક્ષાતકારણ છે. દુઃખોથી છૂટવાનો એક માત્ર ઉપાય છે. સંયમ ધારણ કર્યા વિના મોક્ષ પ્રાપ્ત થતેા નથી. સંસાર સાગરથી પાર ઉતારનાર એક માત્ર સંયમ જ છે. એક માત્ર મનુષ્યભવ જ એવો છે જેમાં સંયમ ધારણ કરી શકાય છે. મનુષ્ય જન્મની સાર્થકતા સંયમ ધારણ કરવામાં જ છે. સંયમના પ્રકારઃ બે પ્રકાર છે. ૧. પ્રાણી સંયમ ૨. ઈન્દ્રિય સંયમ ⭑ છ કાયના જીવોનો ઘાત અને ઘાતના ભાવોના ત્યાગને પ્રાણી સંયમ કહે છે. * પંચેન્દ્રિયના તથા મનના વિષયોના ત્યાગને ઈન્દ્રિય સંયમ કહે છે. * હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે અને વિષય સેવનમાં અભિલાષા મૂળ છે. ★ સંયમ એ બાહ્ય પ્રવૃત્તિનું નામ નથી પરંતુ તે પવિત્ર આંતરિક વૃત્તિનુંનામ છે જે માનવોમાં હોય છે, દેવોમાં નહિ. * ⭑ વસ્તુતઃ સંયમ સમ્યગ્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી તે પરમ પવિત્ર વીતરાગ પરિણતિનું નામ છે. સમ્યગ્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી કષાયોના અભાવમાં પ્રગટ વીતરાગ પરિણતિરૂપ ઉત્તમ સંયમ જ્યારે અંતરમાં પ્રગટ થાય છે For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy