________________
૨ ૪૫
પરિણામ આલોભકષાયથી પીડીત વ્યક્તિ કોઈને પણ નિર્દયપણે મારીને નિશાંકપણે ધન પ્રાપ્ત કરે છે. નરકમાં પહોંચાડનાર જે જે દોષો શાસ્ત્રમાં કહ્યા છે તે સઘળા લોભથી પ્રગટ થાય છે. આ લોક અને પરલોકમાં લોભ અનેક દોષો ઉત્પન્ન કરે છે. પ્રકાર પૈસાનો જ લોભ સર્વસ્વ નથી. યશનો લોભ, રૂપને લોભ, નામનો લોભ, કામનો લોભ ઈત્યાદિ ઘણા પ્રકાર છે. પૈસાનો લોભ તો કૃત્રિમ લોભ છે. વસ્તુતઃ તો પાંચેય ઈન્દ્રિયોના વિષયોની તેમજ માનાદિ કષાયની પૂર્તિનો લોભ એ જ લોભ છે. ચારેય ગતિમાં કષાયોની અધિકતા જુદા જુદા પ્રમાણમાં હોય છે. નારકીઓમાં ક્રોધ, મનુષ્યોમાં માન, તિર્યચોમાં માયા અને દેવોમાં લોભની પ્રધાનતા હોય છે. તે સિવાય જીવન લોભ, આરોગ્ય લોભ, ઈન્દ્રિય લોભ, ઉપભોગ લોભ એવી રીતે ઘણા પ્રકારના લોભ છે. વિરોષ ચિંતવન આત્મસ્વભાવને ઢાંકી દેનાર શૌચ ધર્મનો વિરોધી લોભ ક્યાય જ્યારે તીવ્ર સ્વરૂપમાં હોય છે ત્યારે અન્ય કષાયોને પણ દબાવી દે છે. લોભી વ્યકિત માન-અપમાનનો વિચારકરતી નથી. તે ક્રોધને પણ પી જાય છે. લોભ અન્ય કષાયોને કાપે જ છે, પોતાને પણ કાપે છે. યશનો લોભીધનના લોભને છોડી - દે છે. લોભના બળ વડે લોભી કામ અને ક્રોધને જીતે છે, સુખની વાસનાનો ત્યાગ કરે છે, માન-અપમાનમાં સમભાવ રાખે છે. પાકા લોભી લક્ષ્યભ્રષ્ટ થતાં નથી. લાલસા, લાલચ,તૃણા, અભિલાષા, ઈચ્છા એમ જુદા જુદા નામથી લોભ ઓળખાય છે. આચાર્યોએ તો મોક્ષની ઈચ્છાવાળાઓને પણ લોભીઓમાં જ ગણ્યા છે; કેમકે આખરે ઈચ્છા એ લોભ જ તો છે. સ્વગાદિના લોભમાં ધર્મને નામે જે કાંઈ કરવું તે બધું લોભ જ છે. તેથી જયારે લોભનું વાસ્તવિક સ્વરૂપ સમજવું હોય તો એને વ્યાપક અર્થમાં જ સમજવું જોઈએ, પચ્ચીસે કષાયો રાગ-દ્વેષમાં ગર્ભિત છે. તે પૈકી ચાર પ્રકારનો ક્રોધ, ચાર પ્રકારના માન, અરતિ, શોક, ભય અને જુગુપ્સા એ ઠેષ છે. ચાર પ્રકારની માયા, ચાર પ્રકારનો લોભ, ત્રણ પ્રકારનાવેઠ, રતિ અને હાસ્ય એ તેરકષાયો રાગ છે. ચારેયપ્રકારનોલોભરાગમાંગર્ભિતછે. તોરાગને ધર્મમાનવાવાળાઓએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org