SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ અહીં પ્રયોગની વાત કરી છે. એટલે કે માત્ર વિચાર કરવાની વાત કરી નથી. જો કે વિચાર દશા વિના જ્ઞાનદશા થતી નથી અને તત્ત્વની વિચારણામાં પણ સ્થૂળ વિચારણા છોડીને સ્વભાવની સૂક્ષ્મવિચારણા ચાલે તે પછી જ્ઞાનદશા થવી સંભવે છે. તેવો ક્રમ છે. અહીં તેનું ધ્યાન બીજે રહેતું નથી, તે પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિવાળો અને અન્ય સર્વથી ઉદાસીનતાવાળો ભાવછે, કહેવા(બોલવા) માત્ર નથી. પરંતુ આવી ખરી ધૂન લાગે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહિ. આ રીતે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં ‘આ હું’ એમ થઈ જતાં વિકલ્પ ઉત્પન્ન યતાનથી અથવા વિકલ્પ છૂટી જાય છે. અહીં નિજમાંનિજબુદ્ધિ-થતા દ્રવ્ય સ્વભાવ પોતારૂપે પ્રથમ લાગે છે. અહીં માત્રસામાન્ય લાગવુંનથી. પરંતુ તેનું જોર વધતાં – તદ્રુપ સ્વીકાર પરિણમન થઈ જાય છે. તેમાં વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. આ રીતે નિર્વિકલ્પ સમ્યક્દર્શનની દશા ઉત્પન્ન થતા પહેલા તેના કારણરૂપ (વ્યવહારથી) સ્વસન્મુખ મતિ-શ્રુતજ્ઞાનની દશા, અનન્ય રુચિ અને પુરુષાર્થના જોરવાળું પરિણમન થતાં સમસ્ત ગુણોના પરિણમનને સ્વ દ્રવ્યાકાર ભાવે પરિણામી સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ ઉત્પન્ન કરે છે કે જે પરિણામ અનંતભવનું છેઠક છે. સમ્યક્દર્શન થતાં પહેલા પૂર્વ પર્યાયનો આવો ક્રમ છે. અંતરંગ પરિણામોની આવી સ્થિતિ થયા વિનાકોઈને કદી સમ્યક્દર્શનની ઉત્પત્તિ બીજા પ્રકારે થતી નથી . તેમ સમજવા યોગ્ય છે. અહીંસ્વરૂપના નિર્ણયને ‘યથાર્થ નિર્ણય’ કહેવાનું એક સબળકારણતે પણ છે કે ઉક્ત ‘યથાર્થ નિર્ણય’ થતાં દિશા બદલીને પરિણામ સ્વ સન્મુખ પ્રવર્તના શરૂ થાય છે. તેમ જ પુરુષાર્થ સહિત ભેઠજ્ઞાન કરતાં કરતાં પુરુષાર્થ વધીને અભેદ અનુભવની પ્રાપ્તિ થાય છે. ત્યારે વિકલ્પનાકાળે જે પરોક્ષપણે ભાસ્યમાન થયેલ તે સ્વરૂપનો જ અતીન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો તેમ જણાય છે. આ લક્ષણ પણ નિર્ણયની યથાર્થતાને સિદ્ધ કરે છે. સાર : તત્ત્વના અન્વેષણ કાળે (એળખાણ કરવાના કાળે) શુદ્ધાત્મા ને યુકિત માર્ગ દ્વારા સમજવામાં આવે છે. પછી આરાધન કાળે (ત્યાં યુક્તિ અર્થાત ભેદ – પ્રભેદની આવશ્યકતા નહિ હોવાથી) તો આત્મા અનુભવમાં પ્રત્યક્ષ છે. (ત્યાં નય પ્રમાણના ભેદ નથી). પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી, વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસકરતાં કરતાં મતિ-શ્રુતના વિકલ્પો તૂટી જાય છે. ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને ભોંયરામાં ભગવાનના હૈ દર્શન પ્રાપ્ત Jain www.enetrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy