SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ • જૈનદર્શન એ કોઈ એક મત કે સંપ્રદાયનથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે, એક તથ્ય છે અને પરમ સત્ય છે. આ પરમ સત્યને પામીને નરમાંથી નારાયણ બની શકાય છે. માટે એ જ એનો સંદેશ છે, પોતાને જાણો, પોતાને ઓળખો અને પોતામાં સમાઈ જાઓ તો ભગવાન બની જશો. અનેકાન્ત તત્ત્વ સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યરૂપ સતતત્ત્વ તેમજ અનંત ધર્મ સ્વરૂપ અનેકાન્ત તત્ત્વ પ્રભુએ ઉપદેશ્ય. • જે નિત્યટકીને પરિણમતો હોય એવોજ જીવર્સોને છેદીને (સંસારભાવોથી છૂટીને) મોક્ષને સાધી શકે છે. જીવ જે પર્યાયરૂપ પરિણમે નહિ તો તે મોક્ષને સાધી શકે નહિ; (સંસારી દુખી જ રહ્યા કરે). • જો જીવ નિત્ય ન રહે તોપણ તે મોક્ષ-સુખને પામી શકે નહિ; (તેનો અભાવ થઈ જાય) માટે નિત્ય-પરિણામી એવા અનેકાન્તરૂપ સ્વભાવ માનવાથી જ મોક્ષની સિદ્ધિ છે. • એવા અનેકાન્તરૂપ સ્વભાવને માનવાથી જ મોક્ષની સિદ્ધિ છે. આવા અનેકાન્તરૂપજિનશાસન પામીને અનેક જીવોએ એકાંતરૂપમિથ્યાત્વ છોડ્યો. નિજધર્મના વૈભવને જાણીને, જ્ઞાયકભાવના સુખના વેઠન વડે મોક્ષસુખનો સ્વાદ આવે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ જ આનંદમાર્ગ છે. જ્ઞાન અને રાગાદિ કષાયોની ભિન્નતા ભવ્ય જીવો સમજો. જ્ઞાન ને આત્મા સાથે એકતા છે. તે જ્ઞાન કષાયોથી તેમજ કર્મોથી વિરુદ્ધ સ્વભાવવાળું છે. તેથી જ્ઞાનરસના વંદન વડે કષાયોનો અને કર્મોનો ક્ષય થઈ જાય છે. જીવનાસભ્યજ્ઞાનાદિ ભાવો જેમજેમ વધે છે તેમતેમ કષાયો શાંત થતા જાય છે અને સર્વથાકષાય વગર પણ જ્ઞાનમયજીવન વિદ્યમાન રહે છે; પરંતુ જ્ઞાન વગર જીવ કદી વિદ્યમાન રહેતો નથી. આ રીતે જ્ઞાન તે જીવનું સ્વરૂપ છે અને કષાય તે જીવનું સ્વરૂપ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy