SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. * આ લોકની અલ્પ પણ સુખેચ્છા. * પરમ વિનયની ઓછાઈ. * પદાર્થનો અનિર્ણય. ઘણું કરીને મનુષ્યાત્માઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે, એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. - “મુમુક્ષુતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમ મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. વિશાળ બુદ્ધિ ૧. સત્યની સ્વીકૃતિ માટે તૈયારી. ૨. હંમેશા નવું ઝીલવાની શક્તિ ૩. મારું એ સાચુ નહિ, જે સાચુ એ મારું. ૪. કોઈપણ જાતના પૂર્વગ્રહો, કદાગ્રહો વગર રાખેલું ખુલ્લું મન. ૫. ગચ્છ, મત, સંપ્રદાયની ભાવનાનો ત્યાગ, માન્યતાનો ત્યાગ. મધ્યસ્થતા સમભાવ, સમતા, સમદષ્ટિ, રાગ-દ્વેષ વગરની સ્થિતિ. જ્યાં સુધી પૂર્ણ પરમતત્ત્વની અનુભૂતિ ન થાય ત્યાં સુધી કોઈપણ જાતનો આગ્રહ રાખ્યા વગર મધ્યસ્થભાવ..તટસ્થભાવ... “તુગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય એકે જે રાહથી સંસાર મળનાશ થાય છે, રાગ-દ્વેષના પરિણામનાશ પામે છે તે ભકિત, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” એક જ વસ્તુનેદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જુદી જુદી રીતે જોઈ શકાય એવું વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ છે તે મધ્યસ્વભાવ છે. સરળતા ૧. માન, માયા વગેરેનો ત્યાગ. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું માનવું. ૨. કોઈપણ જાતની વક્રતા વગર વાસ્તવિકતાને સ્વીકારવું. ૩. પોતે માની લીધેલી મોટાઈનો ત્યાગ. ૪. વિનય એ સરળતાનું પ્રથમ લક્ષણ છે. ૫. સરળતા એ ચિત્તની વિશુદ્ધિ છે. છળકપટ એ મલિનતા છે. કુદરતી રીતે Jain Education International, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy