SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ • ૬ મોક્ષનો સાચો માર્ગ શું છે ? સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્યારિત્ર ત્રણેની એકતાથી મોક્ષમાર્ગ બને છે. તેમાં જે સત્યાર્થ છે તે નિશ્વય મોક્ષમાર્ગ છે અને તેમાં જે નિમિત્તરૂપ છે તેને વ્યવહાર જાણ્યો. વ્રત, તપ, પૂજા, પાઠ, ક્રિયાકાંડ એ કાંઈ મોક્ષમાર્ગ નથી. શુદ્ધાઝ્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે. પુણ્ય અને પાપ બંન્નેમાં આકુળતા હોવાથી-બંન્નેમાં બંધ હોવાથી તે મોક્ષમાર્ગ નથી. પુણ્યથી ધર્મ ન થાય, મોક્ષ પ્રાપ્ત ન થાય – માત્ર અનુકૂળ સંજોગો મળે એ વાત બરાબર સમજવી. - ગચ્છ, મત, સંપ્રદાયની જે ભાવના છે તે આવીતરાગ માર્ગ ની વિપરીત છે એ સર્વ્યવહાર પણ નથી. એ જૈનનો માર્ગ નથી, રાગનો માર્ગ છે. પૂર્ણતાને લશે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે, હું પરિપૂર્ણ જ્ઞાયક આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. એવું જાણ, એવું માન, એવી શ્રદ્ધાકર, એવો અનુભવકર અને એમાં જ રમી જા, લીન થઈ જા સમાઈ જા આ જ મોક્ષમાર્ગ છે. - સૌથી પ્રથમ મિથ્યાત્ત્વને સમજવું પડશે. અભિપ્રાયની ભૂલ પ્રથમ સુધારવી પડશે. એ સુધાર્યા વગર ક્રિયાની ભૂલ સુધારવાની ઉતાવળકરવી એ જ મોટી ભૂલ છે. મિથ્યાત્ત્વ સૌથી મોટું પાપ છે. એને પ્રથમ ગાળવું પડશે અને સમ્યગ્દર્શન પછી જ ધર્મની શરૂઆત થાય છે. વીતરાગે કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્વય રાખવો. જીવના અનાધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહ્યો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ કલેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાઠ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહિં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય ભવ નિષ્ફળ જશે. · હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપસાવવા યોગ્ય છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy