SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ વિનાતેદુઃખદુરથતુનથી તથા સહ્યું પણ જતું નથી અને તેથી આજીવવ્યાકુળ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્તદુઃખનું મૂળ કારણકર્મબંધન છે. તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ કર્તવ્ય છે. કર્મબંધન સહીત અવસ્થાનું નામ સંસાર અવસ્થા છે. સંસારમાં એક જીવદ્રવ્ય તથા અનંતા કર્મરૂપ પુદ્ગલ પરમાણું એ બન્ને અનાદિકાળથી એક બંધનરૂપ છે. તેમાંથી કોઈ પરમાણું જુદા પડે છે તથા કોઈનવામળે છે. એ પ્રમાણે મળવું-વિખરાવું થયા કરે છે. જેમમૂળથી જળ અને દૂધનો, સુવર્ણ અને દિકનો, તુષ અને કણનો તથા તલ અને તેલનો અનાદિ સંબંધ જોવામાં આવે છે. તેનોનવીન મેળાપ થયો નથી. રાગાદિકનું કારણ દ્રવ્યકર્મ છે અને દ્રવ્યકર્મનું કારણ રાગાદિક છે. અનાદિનો આ સ્વયંસિદ્ધ સંબંધ છે. હવે જીવદ્રવ્યતો દેખવા જાણવા રૂપચતચગુણનું ધારક છે; ઈન્દ્રિયગમ્યન હોવાયોગ્ય અમૂર્તિક છે તથાસંકોચ-વિસ્તાર શકિત સહિત અસંખ્ય પ્રદેશી એક દ્રવ્ય છે તથા કર્મ ચેતનાગુણરહિત, જડ, મૂર્તિક અને અનંત પુદ્ગલ પરમાણુંઓનો પૂંજ છે. માટે તે એક દ્રવ્ય નથી. એ પ્રમાણે એ જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. તો પણ જીવનો કોઈ પ્રદેશ કાર્મરૂપ થતો નથી તથા કર્મનો કોઈ પરમાણું જીવરૂપ થતો નથી. પણ પોતપોતાના લક્ષણને ધરી બંન્ને જુદાં જુદાં જ રહે છે. દા.ત. સુવર્ણ અને રૂપાનો એક સ્કંધ હોવા છતાં પીતાદિ ગુણોથી ધરી સુવર્ણ જુદું રહે છે તથા શ્વેતાદિ ગુણોને ધરી રૂપું જુદું જ રહે છે. તેમ એ.બન્ને જુદાં જ જાણવા. ઈન્દ્રિયગમ્યનહોવા યોગ્ય અમૂર્તિક આત્માતથા ઈન્દ્રિયગમ્યહોવાયોગ્ય મૂર્તિક કર્મો- એ બંન્નેનું પણ બંધન છે એમ માનવું. વળી એ બંધનમાં કોઈ કોઈનો કર્તા તો છે નહિ, જયાં સુધી બંધન છે ત્યાં સુધી એ બંન્નેનો સાથ રહે, પણ છુટા પડે નહિ, તથા પરસ્પરકાર્ય-કારણપણું તેઓને બન્યું રહે. એટલું જ અહીં બંધન જાણવું. મૂર્તિક અમૂર્તિકનું એ પ્રમાણે બંધન થવામાં કોઈ વિરોધ નથી. કર્મ અનંત છે, પણ સમજવા માટે કર્મ મુખ્ય આઠ પ્રકારના છે. ચાર ઘાતિ કર્મ અને ચાર અઘાતિકર્મ. ચાર ઘાતિ કર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy