SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ૧ ૨ આત્મામાં ઉપાદાન છે : જ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ. આત્માનું મૌલિક સ્વરૂપ છેજ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ. આત્માના આ જ મૌલિક ઉપાદાન છે તે કદી બદલાતા નથી. કેટલાક કર્મપરમાણુ ચેતના પર લાગી જાય, તો ય તે તેમાં ફેરફાર કરી નથી શક્તા. તેના અસ્તિત્વમાં કોઈ જ પરિવર્તન નથી કરી શકતાં. પુગલના ચાર ઉપાદાન છેઃ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ.' આત્માને કેટલાયનિમિત્ત મળે તો પણ પુદ્ગલનોવર્ણકદીનથી જતો, તેની ગંધ ઉડી જતી નથી, તેનો રસ ખલાસ નથી થતો, તેનો સ્પર્શ નાશ પામતો નથી. આત્માતેમાં કશું જ પરિવર્તન કરી નથી રાકતો. આત્માના નિમિત્તથી આ ઉપાદનોમાં તસુ પણ ફરક પડતો નથી. પરિવર્તન સ્વભાવગત હોય છે. કર્તૃત્ત્વ ઉપાદાનગત હોય છે. ચેતનાનું પોતાનું ઉપાદાન છે અને કર્મ પુદ્ગલોનું પોતાનું ઉપાદાન છે. ઉપાદાનમાં કોઈ પરિવર્તન લાવી નથી શકતું.ચેતનામાં કર્મ પરિવર્તન નથી કરી શકતું અને કર્મના ઉપાદાનમાં પોલીક તત્ત્વના ઉપાદાનમાં ચેતના કાંઈ પરિવર્તન કરી શકતી નથી. આત્માની સાથે ભાવકર્મનો સહયોગ છે. ભાવકર્મ એટલે કર્મનું ચિત્ત. એક છે ભાવકર્મ અને બીજાં છે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મભાવકર્મનું પ્રતિબિમ્બ છે. ચિત્તનું જેવું નિર્માણ થાય છે તેવું જ પુદ્ગલનું નિર્માણ થાય છે. - આ એક શૃંખલા છે: ભાવચિત્તનું સંવાદી હોય છે પોદ્ગલિક ચિત્ત અને પીઠગાલિક ચિત્તનું સંવાદી હોય છે સ્થૂળ શરીર. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને ભાવશરીર (કર્મ શરીર) આ ત્રણમાં પરસ્પર સંવાદિતા છે. એક જેવું હોય છે તેવું બીજું.બીજુ જેવું હોય છે તેવું ત્રીજું પણ હોય છે. આપણે આ યાદ રાખીએ કે સૂક્ષ્મ જગતમાં જે પ્રકારના આપણા ચિત્તનું નિર્માણ થાય છે, જે પ્રકારનું ભાવકર્મ હોય છે, તેવું જ પૌદ્ગલીક કર્મ હોય છે. આત્મા ક્યારેય પુદ્ગલને આકર્ષતો નથી. કારણ આત્મા પાસે પુદ્ગલને આકર્ષવાની કોઈ શક્તિ નથી. પરંતુ તેની પાસે એક માધ્યમ છે કે જેના દ્વારા એ પુદ્દગલને આકર્ષે છે. આ માધ્યમ છે ભાવ” કે આસવ. આસવ પાંચ છે. ૧. મિથ્યાત્વ ૨. અવિરતી ૩. પ્રમાદ ૪. કષાય ૫.યોગ. પુગલોને ખેંચનારી આ પાંચ શક્તિ છે. રાગદ્વેષની પ્રત્યેક પળ કર્મઆકર્ષણની કે કર્મ બંધની પળ છે. રાગ-દ્વેષની અક્ષણ એ જ તટસ્થતાની ક્ષણ છે, ધ્યાનની ક્ષણ છે. આત્મધ્યાનની તેનાથી જ કર્મ બંધન અટકે અને નિર્જરા થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy