SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનો મર્મ શું છે? શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, મર્મકહ્યો નથી. મર્મ તો સન્દુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ધર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે. છૂટે દેહાધ્યાસ તો, નહિ કતાં તું કર્મ; નહિ ભોકતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન, જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂ૫. . ધર્મનો આધાર કોના પર છે? એક તરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ, બન્ને એક સમયે છે. ત્યાં દ્રષ્ટિકોના પર પડી છે તેના પર ધર્મનો આધાર છે. સંયોગ પર દ્રષ્ટિ છે તો અધર્મ થાય છે અને સ્વભાવ પર દ્રષ્ટિ છે તો ધર્મ થાય છે. સ્વદ્રવ્ય (આત્મા) સ્વભાવ છે અને બધા જ પરદ્રવ્યો સંયોગ છે. : જૈન કોણ? • રાગદ્વેષ ઉપર જીત મેળવી, સ્વરૂપને મેળવનાર તે જૈન. જૈન એટલે વીતરાગની મૂર્તિ. પોતાના ગુણના જોર વડે જે અવગુણોનો નાશ કરે તે જૈન • જૈન એટલે મોક્ષનો અભિલાષી. જિન પ્રભુના વચનોની પ્રતીતિ કરી તેના બતાવેલ પથ પર પ્રવર્તનારતે જૈન. • જૈનકુળમાં જન્મવાથી જેનનું બિરૂદનથી મળતું. સાચો જૈનતો તેને કહેવાય જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે. કોઈ પણ વ્યક્તિ જેન બની શકે છે. જૈન એટલે વીતરાગનો સેવક ગચ્છ, મતકે વાડામાં રહીને, સંપ્રદાયમાં રહીને ધર્મની આરાધના કરનાર જૈન નથી. જૈન દર્શનનું સત્ય સ્વરૂપ • એક વિષયને અનંતભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રયોજન ભૂત તત્ત્વ એના જેવું કયાંય નથી. એક દેહમાં બે આત્મા નથી તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy