________________
અર્થ: હે પ્રભુ ! જગતના જીવોના આત્મિક-સુખરૂપ કાર્યને ઉત્પન્ન કરવા માટે આપ એક પ્રધાન અવિસંવાદ (અવશ્ય કાર્ય સિદ્ધ કરનાર) નિમિત્ત છો. આપ જ મોક્ષના સાચા હેતુ છો, કારણ કે આપના સર્વ ગુણોની બહુમાનપૂર્વક જે આપની નિરાશસ-ભાવે સેવા-ભક્તિ કરે છે તે નિયમા શિવરાજ-મોક્ષપદને મેળવે છે.
સ્વો. બાલાવબોધ : વલી, હે પ્રભુજી ! અવિસંવાદ કેતાં વિસંવાદ-જે નિર્ધાર નહીં તે અને તમેં નિશ્ચય-નિર્ધાર કાર્યને કરો માટે અવિસંવાદ નિમિત્ત-કારણ છો.
निमित्तलक्षणं - ‘ામિત્રત્વે સંત ઝૂત્વવ્યાપરત્વે સંત હેતુર્નિમિત્તતિ |’’ અર્થ : “કાર્યથી ભિન્ન હોય કાર્યના કર્તા માટે વ્યાપાર(સાધન)રૂપ હોય અને કારણ હોય તે નિમિત્ત (કારણ) છે.'' માટે, હે પ્રભુ ! તુમેં જગતના જીવ, તેના આત્મિક-સુખરૂપ કાર્ય નિપજાવવાને પ્રધાન નિમિત્ત હોજી.
માટે, હેતુ કહેતાં કારણ, તે સત્ય કહેતાં સાચું, તેને બહુમાન કહેતાં માહા-મોટમપણે સેવતાં જે, મુજ સરિખો મોહ-વશ પડ્યો, તૃષ્ણાર્થે પ્રસ્યો, પુદ્ગલનો રાગી, અસંયમમયી, મિથ્યાત્વે ભૂલ્યો ભાવ, તે નિરાધાર-અશરણ એહવો હું, તેને શ્રી તીર્થંકર દેવ પરમ તત્ત્વમયી, નૈલોક્યોપકારી જેના નામથી પરમ કલ્યાણ થાય એહવા પરમેશ્વરનો યોગ મલ્યો. મારે માટે એ વેલા-એ ઘડી ધન્ય.
એમ અસંખ્યાત પ્રદેશે નિઃકર્મા નિઃસંગી સ્વરૂપ-ભોગી દેવ-તત્ત્વનું બહુમાન કરતો થકો જે જિન કેતાં વીતરાગને સેવે તે જીવ પરમ કલ્યાણમયી પોતેં થાય. ઈહાં સત્ય-પદ બેને જોડવું હેતુ-સત્ય તે અરિહંત દેવ આપણા મોક્ષરૂપ કાર્યના હેતુ છે, તેનું સત્ય કહેતાં સાચું બહુમાન કરવું.
એટલે ઈહલોક-પરલોક-ઇંદ્રિયસુખની આશંસા ટાલીને અદ્ભૂત વર્ણ-ગંધ-સંસ્થાનાતિશય-વચનાતિશય-પ્રાતિહાર્યપ્રમુખ સર્વ શુદ્ધ બહુમાનકારણ માટે બહુમાન કરવા યોગ્ય છે તે દ્રવ્ય-બહુમાન. પણ, જે અરિહંતના શુદ્ધ જ્ઞાનાદિ ગુણ-અનંતાનું, સકલ પુદ્ગલાતીતપણાનું, પરમ અરૂપી અતીન્દ્રિયપણાનું બહુમાન તે સત્ય-બહુમાન કહિએ.
એટલે, જિનશાસન મળે (૧) નામ (૨) થાપના (૩) દ્રવ્ય-એ ત્રણ નિક્ષેપા-તે કારણ છે અને ચોથો ભાવનિક્ષેપો તે કાર્ય વસ્તુ છે. માટે, જિહાં સુધી પ્રભુના અતિશયાદિજ્ઞા યોગ-વિકલ્પ, તિહાં સુધી દ્રવ્ય-બહુમાન છે. અને જે દર્શન-ગુણું પ્રભુતાનું ભાન થયાથી તત્ત્વપ્રાગુભાવનું જે બહુમાન તે ‘ભાવ-બહુમાન” કહિએ અને નામાદિક ત્રણ નિક્ષેપા, તે ‘ભાવના કર્તા છે અથવા ભાવાભિલાષી છે તો તે પણ ‘સત્ય-બહુમાન' જાણવું.
તે સત્ય-બહુમાનથી જે જિન-સેવના તે જે પ્રભુની આજ્ઞાર્યું પરભાવ ત્યાગ-સ્વભાવ ગ્રહણ કરતાં, શિવ નિરુપદ્રવ જે સિદ્ધપણું, તે રાજ પામીમેં.
એટલે સાંસારિક શિવ તે ઉપચારી અલ્પ-કાલી અને માન્યતારૂપ છે, માટે જે નિઃકર્માપણે સર્વ સ્વરૂપ-પ્રાગુભાવ તે નિરુપચરિત અવિનાશી શિવ કહિએ.
|| ડુત દ્વિતીયથાર્થઃ || 8 ||
હબ,
उपादान मातम महीरे, પુદાઢવન હa, નિત.. उपादान कारणपणे रे, પ્રકાર વોર પ્રમુગલ વિના.ફો
Jain Education Intemational
For Personal & Private Use Only
www.ainelibrary.org