________________
પ્રથમ સ્તવનનો સાર.. અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને પરમ પુણ્યોદયે મહા-દુર્લભ મનુષ્ય-ભવ મળે છે ત્યારે જ ધર્મની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકે છે. જન્મ, જરા, મરણ અને આધિ-વ્યાધિની અસહ્ય યાતનાઓ ભોગવતાં-ભોગવતાં આ જીવનો અનંત પુદ્ગલ-પરાવર્તન કાળ પસાર થઈ ગયો છતાં ધર્મની પ્રાપ્તિ વિના ભવ-ભ્રમણનું દુ:ખ ટળ્યું નથી અને આત્માનું ‘અવિનાશી સુખ’ મળ્યું નથી.
શુદ્ધ-ધર્મની પ્રાપ્તિ જિનેશ્વરની ભક્તિથી થાય છે અને જિન-ભક્તિ જિનેશ્વર પ્રત્યેની પ્રીતિથી પ્રગટે છે માટે સૌ પ્રથમ પરમાત્મા પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરવી જોઈએ. નિર્વિષ પ્રીતિ-નિઃસ્વાર્થ પ્રેમ એ પરસ્પરના નિખાલસ વ્યવહારથી થાય છે અને તે વ્યવહાર પ્રીતિપાત્ર વ્યક્તિઓનાં મિલન અને લાંબા સમયના સહવાસથી થઈ શકે છે.
પરમાત્મા આપણા આ મર્ય-લોકથી સાત-રાજ દૂર સિદ્ધ-ગતિમાં બિરાજે છે અને આ ભક્ત ‘ભરત-ક્ષેત્રમાં રહે છે તો પરમાત્મા સાથે મેળાપ થયા વિના પ્રીતિ કેવી રીતે કરી શકાય ? પ્રભુ જે સ્થાનમાં રહ્યા છે ત્યાં પત્ર કે સંદેશ-વાહક પહોંચી શક્તા નથી અને જે કોઈ મુક્તિપુરીમાં જાય છે તેઓ પણ ભક્તના સંદેશને કહેતા નથી કારણ કે ત્યાં જનાર પોતે પ્રભુતામય અયોગી વીતરાગ જ હોય છે.
પ્રભુ સાથે પ્રેમ કરવા તલસતો ભક્તાત્મા પોતાની અને પ્રભુની વચ્ચે જે મોટું અંતર પડેલું છે તેનો વિચાર કરે છે - દ્રવ્યની અપેક્ષાએ પ્રભુ નિર્મળ જ્ઞાનાદિ સ્વ-ગુણ-પર્યાયના ભોગી શુદ્ધ-દ્રવ્ય છે, જ્યારે હું પુગલ-ભાવનો ભોગી અશુદ્ધ-દ્રવ્ય છું. ક્ષેત્રની અપેક્ષાએ પ્રભુ લોકના અંતે સિદ્ધ-શિલા ઉપર સ્વદેશાવગાહી છે, જ્યારે હું સંસાર-ક્ષેત્રી શરીરાવગાહી છું. કાળની અપેક્ષાએ પ્રભુ સાદિ-અનંત સ્થિતિવાળા છે, જ્યારે હું અનાદિ કાળથી સંસારમાં જ ભમી રહ્યો છું. ભાવની અપેક્ષાએ પ્રભુ રાગ-દ્વેષ રહિત છે, જ્યારે હું રાગી અને દ્વેષી છું. પ્રેમ તો બંને પરસ્પર સમાન અને બંને પ્રેમ કરવા ઈચ્છતા હોય તો જ થઈ શકે છે, જ્યારે પ્રભુ ! આપ તો નીરાગી છો કોઈ પ્રત્યે પ્રેમ કે દ્વેષ ધરાવતા નથી તો આપ જેવા ‘વીતરાગ' પ્રભુ સાથે મારે પ્રીત કઈ રીતે કરવી ? | પ્રભુ-પ્રેમ માટે વિદ્વલ બનેલા સાધકને આશ્વાસન આપતાં શાસ્ત્ર-વેત્તા સદ્ગુરુઓ પ્રભુ-પ્રેમના મહાન રહસ્યને સમજાવતાં કહે છે કે, વીતરાગ સાથેની પ્રીતિ એ મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે. અને તે સર્વ યોગોનું ઉત્તમ બીજ છે. રાગી સાથે પ્રીતિ કરવાથી રાગની વૃદ્ધિ થાય છે, જ્યારે વીતરાગની પ્રીતિ પ્રશસ્ત છે.
પ્રભુની પ્રીતિથી જ વૈરાગ્ય જુવલંત બને છે, આત્માનું સત્ત્વ વિકાસ પામે છે અને ક્રમશઃ સંસારનો ઉચ્છેદ થાય છે. - આ જીવ અનાદિ કાળથી શરીર-સ્વજન-ધન-વગેરેના ઈષ્ટ
સંયોર્ગો ઉપર ગાઢ પ્રીતિ ધારણ કરતો આવ્યો છે પણ તે પ્રીતિ વિષ ભરેલી છે. ઈષ્ટ વિષયોની આશા અને આસક્તિ આત્મ-ગુણોની ઘાતક છે. વીતરાગ પરમાત્મા સાથે પણ બાહ્ય સુખની અભિલાષાથી જો પ્રીતિ કરવામાં આવે તો તે પ્રીતિ પણ વિષ-ભરી બની રહે છે.
માટે સર્વ ઈષ્ટ પૌગલિક આશાથી પર બની માત્ર આત્મ-ગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે વીતરાગ પરમાત્મા સાથે પ્રીતિ બાંધવી-એને જ નિર્વિષ-પ્રીતિ કહેવાય છે. જેટલા પ્રમાણમાં પર-પદાર્થો ઉપરની પ્રીતિ ઘટે છે તેટલા પ્રમાણમાં જ વીતરાગ પરમાત્માની સાથે પ્રીતિ બંધાય છે.
વીતરાગની પ્રીતિ-એ પ્રશસ્ત-રાગ છે, જ્યારે પ૨-પદાર્થોની પ્રીતિ- એ અપ્રશસ્ત-રાગ છે. અપ્રશસ્ત-રાગ એ પાપ-સ્થાનક છે અને પ્રશસ્ત-રાગ એ પુણ્યનું-ગુણનું સ્થાન છે.
પ્રાથમિક ભૂમિકામાં રાગનો સર્વથા ક્ષય થવો સંભવિત નથી તેથી પર-પુદ્ગલ પદાર્થો પ્રત્યેના રાગને ઘટાડી પરમાત્મા પ્રત્યેનો રાગ વધારવો જોઈએ. અપ્રશસ્ત-રાગને પ્રશસ્ત-રાગમાં પલટાવવાનું આ જ સુંદર સાધન છે. દોષ-યુક્ત વ્યક્તિ પર રાગ કરવાથી આપણામાં દોષની વૃદ્ધિ થાય છે અને ગુણ-યુક્ત વ્યક્તિ પર રાગ કરવાથી આપણામાં ગુણની વૃદ્ધિ થાય છે. -
ભક્તને જ્યારે વીતરાગ પરમાત્મા પ્રત્યેની સાચી પ્રીતિ પ્રગટે છે ત્યારે તે અન્ય સઘળા સાંસારિક કાર્યોને ગૌણ કરી-છોડી દઈ પરમાત્માનાં જ સ્મરણ, અર્ચન, ધ્યાન અને તેમની ભક્તિ તથા આજ્ઞાપાલન આદિ કરવામાં તત્પર બની જાય છે. પછી ક્ષણવાર પણ તેને પ્રભુના સાન્નિધ્ય વિના ચેન ન પડે. રાત-દિવસ સૂતાં-જાગતાં કે ઉઠતા-બેસતાં પ્રતિપળ તેનું મન પ્રભુના અનંત ગુણો અને તેમના મહાન ઉપકારોના સ્મરણમાં જ રમતું રહે છે.
અનાદિ નિગોદની ભયાનક જેલમાંથી મુક્ત કરાવનાર અને મનુષ્ય-ભવ આદિ ઉત્તમોત્તમ સામગ્રીનો સુયોગ કરાવનાર અરિહંત પરમાત્માને તથા તેમના અગણિત ઉપકારોને ભક્તાત્મા ક્ષણ-વાર પણ કેમ વીસરી શકે ?
જે કૃપા-સિંધુ પરમાત્માની અસીમ કૃપાથી જ આ આત્મા આટલી ઊંચી ભૂમિકા સુધી પહોંચી શક્યો છે અને હજુ પણ આગળની ઉચ્ચ ભૂમિકાઓને પ્રાપ્ત કરશે, ખરે ખર ! તે પરમાત્મા જ આ આત્માના પ્રાણ , ત્રાણ, શરણ અને આધાર છે. તેમના આલંબનથી જ આ આત્માની પ્રભુતા પ્રગટ થઈ શકે છે.
શ્રી અરિહંત પ્રભુની સેવા જ શિવ-સુખ આપવા માટે સમર્થ છે અને અસંયમ(આસવ)નો ત્યાગ તથા સંયમ(સંવર પરિણામ)નું સેવન એ જ શ્રી અરિહંતની સેવા છે.
જિનાજ્ઞાનો આરાધક આરાધનાથી મુક્તિ મેળવે છે, જ્યારે જિનાજ્ઞાની વિરાધક વિરાધનાથી સંસારમાં ભટકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org