________________
अगम अरूपीरेअरूस अगोचरू, परमातम परमीशो जी। ‘લચંદ્ર તિવાની વિના, करता वाधे जगीशो जी।
વડિયાળો
अर्थ : अगम (सामान्य लोगों द्वारा अज्ञेय), अरूपी (वर्णादि से रहित), अलख (एकान्तवादियों द्वारा न पहचाने जाने वाले), अगोचर (इन्द्रियों से अग्राह्य), परमात्मा (रागादि दोष रहित), परमेश्वर (अनन्त गुण-पर्याय के स्वामी) और देवों में चन्द्र जैसे निर्मल श्री जिनेश्वर प्रभु की सेवा-आज्ञापालन करने से साधकता (अध्यात्म-शक्ति) की वृद्धि होकर शुद्ध स्वभाव की सम्पूर्ण सम्पत्ति प्राप्त होती है ।
અર્થ : અગમ(સામાન્ય લોકોથી જાણી ન શકાય), અરૂપી(વર્ણાદિથી રહિત), અલક્ષ(એકાંતવાદીઓથી ઓળખી ન શકાય), અગોચર(ઈદ્રિયોથી જોઈ ન શકાય), પરમાત્મા(રાગાદિ દોષ-રહિત), પરમેશ્વર(અનંત ગુણ-પર્યાયના ઈશ્વર) અને દેવોમાં ચંદ્ર જેવા નિર્મળ એવા શ્રી જિનેશ્વર પ્રભુની સેવા(આજ્ઞા-પાલન) કરવાથી સાધકતા(અધ્યાત્મ-શક્તિ)ની વૃદ્ધિ થતાં શુદ્ધ-સ્વભાવની સંપૂર્ણ સંપત્તિ પ્રાપ્ત થાય છે.
સ્વો. બાલાવબોધ : તે માટે સર્વ ભવ્ય આત્માર્થી અધ્યાત્મસુખરૂચિ. એહવું તત્ત્વ સેવે તે કહે છે, અગમ કેતાં જેહનું ગમ્ય નહીં અથવા જેમાંહે અજાણ જીવથી પ્રવેશ થાય નહીં.
વલી, જેહનું રૂપ-ગંધ-વ-રસ-સંસ્થાન નહીં તે માટે અરૂપી. તથા, અલખ કેતાં પુદ્ગલાભિલાષી એ કાંતવાદી એવા નેયાયિક, વેદાંતિક, સાંખ્ય, મૈમાસિક, વૈશેષિક, બૌદ્ધ, નાસ્તિક તથા જે એકાંત દ્રવ્ય-દયાદિક પક્ષગ્રાહી એવા જૈન-લિંગી ઈત્યાદિકથી લખાય નહીં એટલે ઓલખાય નહીં.
વલી, અગોચર કેતાં ઇંદ્રિયગોચર નહીં-અતીંદ્રીય પદાર્થ. તે અતીન્દ્રિય, સ્યાદ્વાદજ્ઞાનેં-સાપેક્ષ ઉપયોગૅ-ધ્યાનની ધારણાર્થે જ ગોચર છે.
વલી, પરમોત્કૃષ્ટ-સર્વ વિભાવરહિત અનંતગુણકાળુભાવરૂપ આત્મા છે. વલી, પરમીશ કેતાં ઉત્કૃષ્ટ અવિનાશી સહજ અનંત ગુણપર્યાય-ધર્મના ઈશ્વર છે.
વલી, નર-દેવ તે ચક્રવર્તી, ભાવ-દેવ તે ભવનપતિ-વ્યંતર- આ જ્યોતિષી-વૈમાનિક એ ચાર નિકાયના દેવતા તથા ધર્મ-દેવ તે મુનિરાજ, જિનકલ્પી, સ્થવિરકલ્પી, પરિહારવિશુદ્ધિ, 13પડિમાપડિવન્ન, સૂક્ષ્મસં પરાયી, ઉપશાંતમોહી, ક્ષીણમોહી, ઉપાધ્યાય, શ્રુતધર, પૂર્વધર, આચાર્ય, ગણધર પ્રમુખ તે ધર્મ- ૬ $ દેવ. તે સર્વ મધ્યે ચંદ્રમા સમાન નાયક શાસનના પતિ માર્ગદર્શક એહવા જે જિનવર, તેહની સેવના આજ્ઞા માનવારૂપ કરતાં 'છે' થકાં વાધે કેતાં વૃદ્ધિ પામે સાધક-સંપદા તથા સિદ્ધતારૂપ સંપદા. | તેથી શ્રી તીર્થ કર-તીર્થપતિની સેવના તે પરમ પ્રધાન છે. દ્રવ્યથી વંદન-નમનાદિક અને ભાવથી ગુણનું બહુમાન-આજ્ઞા પ્રમાણતારૂપ સેવા કરતાં અનંતા સિદ્ધ થયા. વલી અનંતા સિદ્ધ થશે. એથી જ મોક્ષસુખનો ઉપાય છે.
|| તિ સતમથાર્થ: || ૭ || | તિ તવંશતિ શ્રી નેમિનાથનન સ્તવનમ્ | ૨૨ |.
Jain Education Interational
For Personal & Private Use Only
૪ ૧૬.
" ૪૧૬e Use Only
www.jainelibrary.org