________________
सग परिहारथी स्वामी विजयदलयुं, शुध्द आत्मिक आनंद पद संग्रह्यु। तहवि परभावथीहुंभवोदधि वस्यो, परतणो संग संसारताये गस्यो॥६॥
___ अर्थ : हे स्वामीनाथ ! पुद्गलमात्र का संग छोड़कर आप तो शुद्ध आत्मिक आनन्दमय निज-पद को प्राप्त कर चुके हो और मैं पर पुद्गल पदार्थों में मोहित बनकर चार गतिमय संसार-समुद्र में परिभ्रमण कर रहा हूँ । पुद्गल का संग करने से ही इस संसार (कर्म) ने मुझे ग्रस लिया है-जकड़ लिया है । इस प्रकार आपके और मेरे आत्मा के बीच बहुत अन्तर पड गया है ।।
અર્થ : હે સ્વામીનાથ ! પુદ્ગલમાત્રનો સંગ તજીને આપે તો શુદ્ધ, આત્મિક, આનંદમય નિજ-પદ પ્રાપ્ત કરી લીધું છે. અને હું પ૨પુદ્ગલ પદાર્થોમાં મોહિત બની ચાર-ગતિમય સંસાર-સમુદ્રમાં પરિભ્રમણ કરી રહ્યો છું. પુદ્ગલનો સંગ કરવાથી જ આ સંસારે(કર્મ) મને ગ્રસી-જકડી લીધો છે. આ રીતે આપના અને મારા આત્મા વચ્ચે મહાન અંતર પડી ગયું છે.
સ્વો. બાલાવબોધ : હવે, એહવી અનંત-ગુણ નિર્મલતા પ્રભુજીને જે રીતે નીપની, તે રીતે કહે છે, હે દેવ ! હે પરમેશ્વર ! તમે પુદ્ગલાદિનો સંગ સર્વથા પરિહાર કેતાં ત્યાગ કર્યો, તેહથી નિજ કેતાં પોતાનું, પરમ પદ અવ્યાબાધાનંદરૂપ, ચિકૂપાવસ્થાનરૂપ લહ્યું કેતાં પામ્યો. માટે તમે શુદ્ધ કેતાં નિર્મલ, આધ્યાત્મિક કેતાં જે આત્મ દ્રવ્યનો, આનંદ અવ્યાબાધાદિક, તે સંગ્રહ્યું કેતાં લાધો.
અનેહે પ્રભુજી ! જહવિ કેતાં જો. પણ હું પ૨-ભાવથી કેતાં પર-ભાવનિમિત્ત પામીને, પર-ભાવરૂપ પરણીને, વર્તમાન પરાનુયાયી જીવ ભવોદધિ કેતાં ભવ-સમુદ્રને વિષે વસ્યો છું-ભવનિવાસી થયો છું. તેથી, પ૨-પુદ્ગલાદિકને સંગે સંસારતા-ભાવથી નવું નવું અધ્યવસાયીપણું પામીને દ્રવ્યથી ચાર-ગતિરૂપ સંસારમાં સંસરવાપર્ણ કરીને એ માહારો આત્મા પ્રસ્યો છે, એટલે એ સંસારે મુઝને ગ્રાસ કરી લીધો છે.
માટે, હે દેવ ! તુર્મ અસંગી હું સંગી, તમે મુક્ત હું બદ્ધ, તુમે અકર્મા હું કર્માશ્રિત, તુમ સ્વરૂપ-ભોગી હું પુદ્ગલ-ભોગી, તમે સ્વ-ગુણ પરિણામિ હું પુદ્ગલાશ્રિત રાગ-દ્વેષ પરિણામિ.
તેથી, હે પ્રભુ ! માહારે તો માહરી ભુલથી કોઈક નવું જે સત્તામાં, કર્તાપણામાં, પરિણામિક્તામાં ન હતો, તે નીપનો. હે નાથ ! એ અશુદ્ધકર્તાપણું મેં કર્યું. તેહથી સ્વ-ગુણ આવરીને પુદ્ગલનો ગ્રાહક થયો, તે પુગલને લેવાથી મારો આત્મા પુદ્ગલ-ભોગી થયો એટલે તાહરે માહરેં અંતર પડી ગયો. તેથી, હું સંસારી છું અને તમે સિદ્ધ-ધ્યેય છો..
| ર પ થાર્વઃ || ૬ ||
www.jainelibrary.org
Jain Education Intemational
For Personal & Private Use Only
૨૯૧