________________
गुण अनंत होप्रमुगुण अनंतनो वेद, नाथ होप्रभुनाथ अनंतने आदरेजी 'देवचंद्र हो प्रभुदेवचंद्रने आणंद, परम होग्रभु परम महोदयतेवरेजी
Iળો
अर्थ : इस प्रकार अनन्त गुणों के समूह श्री अनन्तनाथ भगवान् की सेवा जो आदर और सम्मान पूर्वक करता है वह देवों में चन्द्र समान उज्वल परमानन्दमय महोदय-पद को प्राप्त करता है । | અર્થ : આ પ્રમાણે અનંત ગુણોના સમૂહ શ્રી અનંતનાથ ભગવાનની જે આદર અને બહુમાનપૂર્વક સેવા કરે છે, તે દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ એવા પરમાનંદમય મહોદય-પદને પામે છે.
સ્વો. બાલાવબોધ : એમ જ્ઞાનાદિક અનંત ગુણના વૃંદ કેતાં સમૂહ એહવા નાથ કેતાં સ્વામી શ્રી અનંતનાથ, તેને જે આદરે-ઉપાદેય કરે, તે પ્રાણી ‘દેવચંદ્ર' જે સ્તુતિ કર્તા અથવા દેવચંદ્ર તે ચોસઠ-ઈંદ્ર, તેહને આનંદ કેતાં પરમાનંદમયી એવો જે પરમ મહોદયવંત મોક્ષરૂપ સ્થાનક, તે ભક્તિવંત જીવ વરે કેતાં પામે. એ નિયામક છે. એ પ્રભુજીને સેવતાં કર્મ-ક્લેશથી રહિત થાય.
|| તિ સમૂTયાર્થ: // ૭ / | ત વતુર્દશ શ્રી સંતગિન સ્તવનમ્ // ૧૪ /
ચૌદમા સ્તવનનો સાર.. અરિહંત પરમાત્માના નામાદિ ચાર નિક્ષેપા ભવ્ય જીવોને મહાન ઉપકારક બને છે. તેમાં પણ સ્થાપના-નિક્ષેપાની વિશેષતાનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે – (૧) આ ભીષણ ભયારણ્યમાં જન્મ-જરા-મરણરૂપ કે આધિ-વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી આકુળ-વ્યાકુલ બનેલા જીવોને
પરમાત્માની શાંત-રસ પરિપૂર્ણ મુદ્રાનું દર્શન મેઘ-વૃષ્ટિ તુલ્ય શીતળતા આપે છે. (૨) ગારુડી મંત્રથી જેમ સર્ષાદિક ઝેર દૂર થઈ જાય છે, તેમ પ્રભુ-મૂર્તિના દર્શનથી મિથ્યાત્વ, અવિરતિ અને વિષય-કષાયાદિનાં ભયંકર
| ઝેર નાબૂદ થઈ જાય છે. (૩) આત્મ-સંપત્તિ પ્રદાન કરાવનાર હોવાથી, પ્રભુ-મૂર્તિ ચિંતામણિ-રત્ન તુલ્ય છે અને પરમાનંદ-રસથી પરિપૂર્ણ હોવાથી જાણે તે
શિવ-સુખનું ધામ જ છે. (૪) શ્રદ્ધા-યોગ, જ્ઞાન-યોગ કે ચારિત્ર-યોગને સિદ્ધ કરવા માટે પ્રભુ-મૂર્તિ સર્વોત્તમ શ્રેષ્ઠ સાધન છે. અર્થાત્ પ્રભુ-મૂર્તિના આલંબનથી
સર્વ અધ્યાત્માદિ યોગોની સિદ્ધિ થાય છે અને તેથી અનાદિ કાળથી બંધાતો અશુભ કર્મોનો પ્રવાહ અટકી જાય છે તથા આત્મ
સ્વભાવમાં રમણતા થાય છે. (૫) પરમાત્માની શાંત સુધા-રસથી પૂર્ણ મનોહર મૂર્તિનાં દર્શનથી સાધકનું હૈયું ઉલ્લસિત બને છે અને અમૃત-રસના પાન તુલ્ય મધુર
રસનો આસ્વાદ અનુભવાય છે. આ રીતે, જે સાધકને પરમાત્માની મૂર્તિ અત્યંત મીઠી-મધુર લાગે છે અને જે અત્યંત બહુમાનપૂર્વક પ્રભુના ગુણોનું સ્મરણ-ગાન કરે છે, તેને ભવ-ભ્રમણનો ભય પણ રહેતો નથી.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨૮૦