________________
अर्थ : हे विमलनाथ भगवान् ! आपकी विमलता अन्य छद्मस्थ जीव से नहीं कही जा सकती । छोटी नदी को तो जैसे-तैसे पार किया जा सकता है परन्तु स्वयंभूरमण (असंख्य कोडाकोडी योजन विस्तारवाले) समुद्र को कैसे पार किया जा सकता है ?
इसी प्रकार हे प्रभो ! आपके अनन्त गुणों का पार कैसे पाया जा सकता है ?
અર્થ : હે વિમલનાથ ભગવાન ! આપની વિમલતા અન્ય છદ્મસ્થ જીવથી કહી શકાય તેવી નથી. નાની નદીને ગમે તેમ કરીને તરી જવાય પણ સ્વયંભૂરમણ(અસંખ્ય કોડાકોડી યોજન વિસ્તારવાળા) સમુદ્રને કઈ રીતે ઓળંગી શકાય ?
એમ, પ્રભુ ! તમારા અનંત ગુણોનો પણ પા૨ કેમ પામી શકાય ?
સ્વો. બાલાવબોધ : હવે, શ્રી વિમલનાથ પ્રભુજીની સ્તુતિ કહે છે, હે વિમલજિન ! હે પરમેશ્વર ! તાહરી વિમલતા કેતાં તમારી નિર્મલતા કેહવી
छे ?
જે સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ, પરાનુજાયીતાદિ દોષરહિતપણે છે. એહવી નિર્મલતા તે અવર કેતાં બીજા કોઈ છદ્મસ્થ જીવે, ન કહાય કેતાં કહિ શકાય નહીં.
“सिद्धस्वरूपस्य अनंतत्वात् वाचः क्रमपरिणतत्वात् आयुष्याल्पत्वात्, तेन वक्तुं न शक्यते केन ।।" इति भाष्यवचनात् ।।
અર્થ : સિદ્ધના સ્વરૂપનું અનંતપણું હોવાથી, વાણીનું ક્રમ-પરિણતિપણું હોવાથી અને આયુષ્યનું અલ્પપણું હોવાથી કોઈનાથી પણ (સિદ્ધના (स्व३पने ) ४९॥ शस्य नथी.
તે માટે કહેવાય નહીં. તેના ઉપર દૃષ્ટાંત કહે છે, જેમ લઘુ નદી કેતાં નાન્હી નદી, તેને જેમ તેમ લંઘીયેં કેતાં ઉતરિયેં પણ અસંખ્યાતાકોડી જોજનનો છેહલો સ્વયંભૂરમણ નામા સમુદ્ર, તે કોઈ પામર જનથી તર્યો જાય નહીં. અને, પ્રભુના ગુણ તો સ્વયંભૂરમણ સમુદ્રથી પણ અનંત-ગુણા છે. તે સર્વ વચને કહ્યા જાય નહીં.
।। इति प्रथमगाथार्थः ।। १ ।।
सयत पुढवी गिरि जरू तरु जी, कोइ तोले एक हथ्य | तेह पण तुझ गुणगण भणी जी, भाखवा नहीं समरथ ॥ विमल ॥२॥
अर्थ : जगत् के सर्व पृथ्वी, पर्वत, पानी और वनस्पति आदि को कदाचित् कोई समर्थ व्यक्ति एक हाथ से उठाने में समर्थ हो जाय तो भी प्रभु के अनन्त गुणों को गिनने में या कहने में कोई समर्थ नहीं हो सकता । प्रभु के पूर्ण शुद्ध स्वरूप को क्षायिक वीर्यवाले केवलज्ञानी जान सकते हैं, लेकिन वे भी वचन द्वारा सर्व गुणों को नहीं कह सकते । क्योंकि वचन का प्रवर्तन क्रम से होता है और समय- आयुष्य परिमित होता है ।
અર્થ : જગતના સર્વ પૃથ્વી, પર્વત, પાણી અને વનસ્પતિ વગેરેને કદાચ કોઈ સમર્થ વ્યક્તિ એક હાથે ઉઠાવી શક્વા સમર્થ બને તો પણ પ્રભુના અનંત ગુણોને ગણવામાં કે કહેવામાં કોઈ સમર્થ બની શક્તો નથી. પ્રભુના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને ક્ષાયિક વીર્યવાળા કેવલજ્ઞાની જાણી શકે છે છતાં તેઓ પણ વચન દ્વારા સર્વ ગુણોને કહી શક્તા નથી, કારણ કે વચનનું પ્રવર્તન ક્રમ-વર્તી છે અને સમય-આયુષ્ય પરિમિત હોય છે.
સ્વો. બાલાવબોધ ઃ તથા સયલ કેતાં સર્વ પુઢવી કેતાં પૃથ્વી, ગિરિ તે પર્વત, જલ તે પાણી, તરુ તે વનસ્પતિ, એ સર્વને કોઈ એક હાથેં તોલે કેતાં ઉપાડે. એહવો બલવંત પણ તે બાલ-વીર્યવંત હોય, તેથી તે પણ પ્રભુજી ! તાહરા ગુણના ગણ કેતાં સમૂહ, તેને ભાખવા કેતાં કેહવાને સમર્થ નહીં.
Jain Education International
For Personal & Private Use Only
૨૬૦
.www.jainelibrary.org