________________
બારમા સ્તવનનો સાર... અરિહંત પરમાત્માઓ કે સિદ્ધ ભગવંતો વીતરાગ હોવાથી ભક્તિથી પ્રસન્ન થતા નથી, તેમ જ અભક્તિથી નારાજ થતા નથી, તો તેમની પૂજા કરવાથી ભક્તને લાભ શું ? આવી શંકાનું સમાધાન સ્પષ્ટ રીતે અહીં કરવામાં આવ્યું છે.
પરમાત્મા પોતે કૃત-કૃત્ય હોવાથી પ-કૃત પૂજાની તેઓને કોઈ અપેક્ષા કે આવશ્યક્તા નથી પરંતુ સાધકને સિદ્ધતારૂપ સાધ્ય સિદ્ધ કરવા માટે પ્રભુ પૂજા અતિ આવશ્યક છે-અનિવાર્ય છે. | પૂજ્યની પૂજા વિના પૂજ્ય-પદ પાપ્ત થતું નથી માટે જે ભવ્યાત્માને પોતાનો પરમ શુદ્ધ સ્વભાવ પ્રગટાવવો હોય, તેણે પરમ પૂજ્ય પરમાત્માની પૂજા કરવી જોઈએ. જિન-પૂજા એ સંવર છે અને હિંસાદિ આસવ-દ્વારોને રોકવાનું પરમ સાધન છે. જિન-પૂજા એ અશુભકર્મના કચરાને સાફ કરી નાખે છે અને પુણ્યાનુબંધી-પુણ્યથી આત્માને
પરિપુષ્ટ કરે છે. ૧ર(પ)
દ્રવ્ય-પૂજા : જળ, ચંદન, ફૂલ, ધૂપ વગેરેથી કરવામાં આવતી જિન-પૂજાથી તેમ જ તેમને વંદન-નમસ્કારાદિ કરવાથી આપણા મન-વચન-કાયાના યોગોની ચપળતા દૂર થાય છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે, આને યોગ-ભક્તિ પણ કહે છે.
ભાવ-પૂજા : એ બે પ્રકારની છે, પ્રશસ્ત અને શુદ્ધ.
પહેલા પ્રકારની પ્રશસ્ત ભાવ-પૂજામાં સર્વ દુ:ખના મૂળરૂપ અપ્રશસ્ત રાગાદિના પરિવર્તન માટે ગુણી-પુરુષો ઉપર અનુરાગ કરવો આવશ્યક છે, જેથી પ્રશસ્ત-ભાવો ઉત્પન્ન થાય છે તથા રત્નત્રયીનો ક્ષાયપશમ-ભાવ પ્રગટે છે અને ક્ષાયિક સંપૂર્ણ રત્નત્રયી પ્રગટાવવાની તીવ્ર રુચિ જાગ્રત થાય છે.
અરિહંતાદિ પરમેષ્ઠીઓનો પ્રશસ્ત-રાગ એ નૂતન ગુણોને પ્રાપ્ત કરવાનો અને પ્રાપ્ત થયેલા ગુણોને સ્થિર કરવાનો ઉત્તમ ઉપાય છે, તેને આસંગ-ભક્તિ કહે છે. | બીજા પ્રકારની શુદ્ધ ભાવ-પૂજામાં અરિહંત પરમાત્માના અનંત ગુણોનું બહુમાનપૂર્વક ચિંતન, મનન અને ધ્યાન ધરી, શ્રદ્ધા, ભાસન અને રમણતાદિ દ્વારા પ્રભુના શુદ્ધ-સ્વરૂપમાં લયલીન થવાય છે અને અનુભવ-રસનો
આસ્વાદ કરાય છે. આવી પૂજાને ‘તાત્તિક-ભક્તિ' અથવા ‘પરા-ભક્તિ' કહે છે. સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિવાળા ઉત્તમ આત્માઓ એના અધિકારી હોય છે, કારણ કે તે ઉત્તમ પુરુષો પોતાની મૂળ આત્મપરિણતિને પ્રભુની પ્રભુતામાં લીન-તન્મય બનાવી શકે છે. ધન્ય છે એ મહાનુભાવોને ! કે જેઓ સદાય પરમાત્માની એ પ્રભુતાને પોતાના આત્મ-પરિણતિ રૂપી ખોળામાં રમાડી રહ્યા છે.
શુદ્ધ ભાવપૂજાનું ફળ : શુદ્ધ આત્મ-સ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત થતાં, પૂર્ણ શુદ્ધ આત્મ-દશા પ્રગટે છે.
સૌ પ્રથમ ‘પરમાત્મા સમાન મારી આત્મ-સત્તા છે, તેથી હું પણ અનંત-ગુણી છું અને ‘સદં'- તે પરમાત્મા એ જ હું છું' એવો નિશ્ચયાત્મક ભાવ અર્થાત સમ્યગ્દર્શન પ્રગટે છે અને સ્યાદ્વાદમથી શુદ્ધ સત્તાનું સમ્યગૂ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી જેટલા અંશે આત્મસત્તા પ્રગટી હોય છે તેટલા અંશે તેમાં રમણતારૂપતિના અનુભવરૂપ) ચારિત્ર-ગુણ પ્રગટે છે. પછી એ ચારિત્ર-ગુણનો વિકાસ થતાં અનુક્રમે કેવળજ્ઞાન અને સિદ્ધ-પદની પણ પ્રાપ્તિ થાય છે.
પરમાત્મા પોતાના શુદ્ધ સ્વભાવના જ કર્તા છે. પ૨-કર્તુત્વ એ જીવ દ્રવ્યનો ધર્મ નથી, તેથી પરમાત્મા પર-જીવના મોક્ષના કર્તા થઈ શક્તા નથી. અને એ પરમાત્મા પોતાનું જ્ઞાનાદિ ધન બીજા કોઈને આપી શક્તા નથી છતાં એ જ પરમાત્માની ઉપાસનાથી-સેવાથી સેવક સંપૂર્ણ સિદ્ધિ-સુખને મેળવી શકે છે.
અરિહંત પરમાત્માને નિજ સમ ફળદની ઉપમા દ્વારા નવાજવામાં આવે છે. એટલે કે, તેઓ પોતાની સમાન ફળ આપનારા છે.
નમોલ્યુર્ણ સૂત્રમાં ‘બિTI નીવયાપ, તિન્ના | તારયાઈi, jદ્વાઈ વોરા, મુત્તાઈ મોસT[''- આ ચાર પદોની સંપદાનું નામ નિજ સમ ફળદ છે. તેનો ભાવાર્થ એ જ થાય છે કે
‘જિનેશ્વર પરમાત્મા પોતે રાગ-દ્વેષને જીતનારા છે અને અન્ય જીવોને રાગ-દ્વેષના જિતાડનારા છે, પોતે સંસારથી તરનારા છે અને અન્ય જીવોને સંસારથી તારનારા છે, પોતે સંપૂર્ણ જ્ઞાન-બોધને પામેલા છે અને બીજાને સંપૂર્ણ જ્ઞાન-બોધના પમાડનારા છે તથા પોતે કર્મથી મુક્ત થયેલા છે અને તેઓ બીજાને કર્મથી મુક્ત કરાવનારા છે.'' | પ્રભુના બતાવેલા સિદ્ધાંતોનો સાપેક્ષ-દૃષ્ટિથી સમન્વય સાધી સર્વ ભવ્યત્માઓએ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે અને પરમાત્માની શુદ્ધ ભાવ-પૂજામાં તન્મય બનવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
૨૫૫