________________
શૃંગાર અને કરૂણરસની સ્થિતિનું રસિક વર્ણન થયું છે. બે ખંડ એટલે શૃંગાર અને કરૂણ રસની રસિકતાનો સંદર્ભ દર્શાવે છે. રસનિરૂપણમાં “ો રસ છે.” રસતો કરૂણા કે જે સર્વને સ્પર્શે છે. “રસરાસ શૃંગાર”ના રસમાં શૃંગાર શ્રેષ્ઠ છે. આ કાવ્યકૃતિમાં શૃંગાર અને કરૂણ રસના નિરૂપણ દ્વારા સ્થૂલિભદ્ર અને કોશાના જીવનનાં રસિકતાનું વર્ણન હૃદયસ્પર્શી બન્યું છે. કાવ્યમાં પણ આ બે રસ ભાવક વર્ગને વધુ પ્રભાવિત કરે છે.
ખંડ-૨ ની પરમી ગાથામાં વિરહના સંકેતનો ભાવ સ્પષ્ટ રીતે વ્યક્ત થયો છે.
સાંઈ સંદેશઈ દિલભર્યા,
જ્યે દરિયો જલ બૂદિ મિલઈ તું કબહિ ઠાલવું દુર રાખ્યા હઈ મુહિ // પ૩
આ કાવ્યમાં મુખ્યત્વે તો સ્થૂલિભદ્ર સાથે કોશાના ભૌતિક સંબંધ અને વિરહના પ્રસંગનું લલિત મધુર પદાવલીઓ નિરૂપણ થયું છે. કોશાનું ચિત્રાત્મક આલેખન તેનો સાક્ષાત્કાર કરાવે છે.
• સ્થૂલભદ્ર ચંદ્રાણિ (ખંડ-૧) સમીક્ષા કવિએ આરંભમાં સરસ્વતી વંદના કરીને સ્થૂલિભદ્રના ગુણ ગાવાનો વિષય દર્શાવ્યો છે. કવિના શબ્દો છે.
કવિયણ માઈ સારદ, તાકે લાગુ પાય, જીહું સફલ કરું આપની થૂલભદ્ર કે ગુનગાય ૧ //
શકટાળ મંત્રીના પુત્ર સ્થૂલિભદ્ર કોશા વેશ્યાને ત્યાં કળા શીખવા રહે છે અને તેની સાથે ભોગ વિલાસમાં ૧૨ વર્ષનો સમય વીતી જાય છે. આ પ્રસંગનું વર્ણન શૃંગાર રસનું છે. ૧. જીહુ = જીભ
૫૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org