________________
ભરેલા આપણા આત્મારૂપી કલશની શ્રી સિદ્ધશિલા ઉપર સ્થાપન થાય – એવા આશયથી આ મંગલનું આલેખન થવું જોઈએ. ,
(૭) વર્ધમાનક ઃ દીવાના કોડિયાં કે ફૂલોના કૂંડા જેવી નીચે સાંકડી અને ઉપર પહોળી એવી – આકૃતિના પાત્રને વર્ધમાન કહેવાય છે. આપણા જીવનમાં જ્ઞાનાદિ ગુણોની સાધના અને તે સાધના માટેનો ઉલ્લાસ ઉત્તરોત્તર વધતો રહે – એ જ સાચું “વર્ધમાનક' છે. આ મંગલ એવી ચઢતી પરિણામધારાનું પ્રતીક છે.
(૮) મત્સ્યયુગલ : પાણીની સપાટી નીચે સતત ચંચળતાપૂર્વક મત્સ્ય ખેલતા હોય છે. આપણા જીવનમાં ય મન-વચન-કાયાની બધી પ્રવૃત્તિ પાછળ રાગ-દ્વેષની ચંચલ લીલા સતત ચાલ્યા કરતી હોય છે. અને એથી આત્માની સ્વાભાવિક સ્થિરતા લુપ્ત થઈ જતી હોય છે. આ મંગલના આલેખનથી રાગ-દ્વેષની એ ચંચલ લીલા ઉપર વિજય મેળવી આત્માની સ્વાભાવિક સ્થિરતાં પ્રાપ્ત કરવાની શક્તિ પ્રભુ પાસે માંગવાની છે. લૌકિક શાસ્ત્રમાં મલ્ય કામદેવનું ચિહ્ન ગણાય છે. આપણા ભગવાન તે કામના વિજેતા છે અને આપણે એ કામની સામે વિજય મેળવવાનો છે - આવો આશય પણ આ મંગલ આલેખવા પાછળ સમાયેલો છે.
અષ્ટમંગલની આ સંક્ષિપ્ત વિચારણા ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી જિનેશ્વરદેવ સમક્ષ અષ્ટમંગલનું માત્ર આલેખન કરવાનું છે. અષ્ટમંગલનું પૂજન કરવાનું નથી. પૂજન તો શ્રી જિનેશ્વર દેવનું કરવાનું છે. અષ્ટ મંગલનું આલેખન એ પૂજાવિધિના એક ભાગરૂપે કરવાનું છે. અષ્ટમંગલની આકૃતિ સરળતાથી અને તરત આલેખી શકાય એવી ભાવનાથી પાટલામાં એની આકૃતિ કોતરી રાખવામાં આવતી. જેથી એમાં ચોખા પૂરતાં જ આકૃતિ સ્પષ્ટ થઈ જાય. અજ્ઞાનના યોગે (અને “મંગલના પૂજનથી મંગલ થાય એવી
અષ્ટ મંગલ
૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org