________________
(૧) સ્વસ્તિકઃ આ આકૃતિ પ્રસિદ્ધ છે. જમણી તરફ જતા ચાર છેડાની આ આકૃતિ ચાર ગતિરૂપ સંસારમાંથી મુક્ત થવાનો સાધકનો અભિલાષ સૂચવે છે. આ સંસારથી મુક્ત થવાના એક માત્ર ઉપાયરૂપ ધર્મના પણ દાનાદિ ચાર પ્રકાર છે. દક્ષિણ – જમણી તરફ જતી આ આકૃતિ ચતુર્વિધ ધર્મના સેવનમાં પણ દક્ષિણ-સરળ અને સૌને અનુકૂળ - એવી પ્રવૃત્તિનું મહત્ત્વ બતાવે છે. ચાર પ્રકારના ધર્મના સેવનથી ચાર ગતિવાળા સંસારથી મુક્ત થવાનું લક્ષ્ય સૂચવતું આ મંગલ છે.
(૨) શ્રીવત્સઃ આ પણ એક વિશિષ્ટ આકૃતિ છે. શ્રી તીર્થંકર દેવો, ચક્રવર્તી વગેરે શલાકાપુરુષોના વક્ષઃ સ્થળ ઉપર નૈસર્ગિક રીતે જ આ આકૃતિ હોય છે. ઉત્કૃષ્ટ પુણ્યબળ આ આકૃતિથી સૂચિત થાય છે. આ આકૃતિના આલેખનથી એવા મહાપુરુષોના સત્ત્વ આપણામાં આવે એવો આશય ધારવાનો છે. શ્રીવત્સનું આ ચિહન બધા જ શલાકાપુરુષોના દેહ ઉપર હોય છે. આમાંના નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને જીવનના અંત સુધી રાજ્યનો ત્યાગ ન કરતા ચક્રવર્તી અવશ્ય નરકમાં જતા હોય છે. તેથી આ શ્રીવત્સને ભૌતિક સુખના પ્રતીક તરીકે જ પૂજનારા માટે આ મંગલ ખરેખર મંગલ રૂપ બને નહિ. શલાકાપુરુષોની આત્મિક સમૃદ્ધિ અને સત્ત્વશુદ્ધિના પ્રતીક રૂપે આ શ્રીવત્સનું આલેખન ખરેખર મંગલરૂપ બને છે.
(૩) દર્પણ: પ્રસિદ્ધ છે. શુદ્ધ દર્પણ જ વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવી શકે છે. અશુદ્ધ વ્યક્તિ પોતાની અશુદ્ધિ દર્પણની સહાયથી જોઈ-જાણીને દૂર કરી શકે છે. પણ દર્પણ પોતે અશુદ્ધ હોય તો તેનો કોઈ ઉપયોગ નથી. સાધકે પણ શુદ્ધ આલંબના સેવનથી પોતાના આત્મસ્વરૂપની અશુદ્ધિ દૂર કરવાની છે. આપણા શાસનમાં આથી જ દેવ, ગુરુ અને ધર્મની શુદ્ધતાનું અનન્ય મહત્ત્વ છે. આ શુદ્ધ
અષ્ટ મંગલ
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org