________________
આ મહાનિબંધમાં કેટલાક પ્રગટ પણ થયા છે. દૃષ્ટાંતરૂપે જોઈએ તો ડૉ. ભોગીલાલ સાંડેસરા (વસુદેવ હીંડી), ડૉ. વાડીલાલ જીવાભાઈ ચોક્સી (કવિ રૂષભદાસ એક અધ્યયન), ડૉ. કુમારપાળ દેસાઈ (આનંદઘનજી-યશોવિજયજી ઉપા., કબીરના પદો), ડૉ. કાંતિભાઈ શાહ (પૂ. સહજસુંદર), ડૉ. કવિન શાહ (કવિ પંડિત વિરવિજયજી એક અધ્યયન), ડૉ. રમણભાઈ શાહ (નળ-દમયંતી રાસ), ડો. અભયકુમાર દોશી (સ્તવન ચોવીશી), ડૉ. ભાનુબહેન શાહ (સમકિતસાર રાસ), ડૉ. આરતીબહેન વોરા (ચૈત્યવંદન), ડો. રક્ષાબહેન શાહ (પ્રતિક્રમણ), ડૉ. જવાહર પી. શાહ (છ આવશ્યક), ડૉ. રતનબહેન છાડવા (વૃત્તવિચાર-રાસ), ડૉ. પાર્વતીબહેન (જીવવિચાર રાસ), ડૉ. હિંમતભાઈ શાહ (યુગ દિવાકર પ.પૂ.આ. ધર્મસૂરિજી એક અધ્યયન), ડૉ. રેણુકાબહેન પોરવાલ (બુદ્ધિસાગરસૂરિ એક અધ્યયન), ડૉ. ભદ્રાબહેન શાહ (સઝાય સ્વરૂપ અને વિકાસ)
વર્તમાનમાં હસ્તપ્રતોનું પણ સંશોધન કાર્ય ચાલું છે. હસ્તપ્રતોની લિપિ વાંચવા માટે અભ્યાસની પણ યોજના ચાલે છે.
આ સૂચિ આપી છે તે સિવાય બીજા પણ ભાઈ-બહેનોએ મહાનિબંધ લખ્યા છે. પ્રો. જયંત કોઠારીએ મધ્યકાલીન સાહિત્ય કોશ અને શબ્દ કોશનું સંપાદન કરીને જૈન સાહિત્યના અભ્યાસ અને સંશોધનમાં ઉપયોગી ગ્રંથનું પ્રકાશન કર્યું છે. ધીરજલાલ પંડિતનો કોશ નોંધપાત્ર છે. સુનંદાબહેન વોહરા અને અર્વાચીન જૈન સાહિત્યનો ઈતિહાસ લખાય તો કવિઓ, કૃતિઓ, વિવેચન અનુરૂપ સંશોધન વગેરેની સમૃદ્ધિનો પૂર્ણ પરિચય થાય તેમ છે. સાહિત્ય રસિક વર્ગ આ કામ લે તો જૈન સાહિત્યની શ્રુતજ્ઞાનની અનુપમ સેવા કરી છે એમ ઐતિહાસિક સિદ્ધિ માનીને અનુમોદના કરીએ તો તે
જૈન સાહિત્ય
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org