________________
અને સમૃદ્ધિની પ્રાપ્તિની સાથે આત્મા મોક્ષ સુખની પ્રાપ્તિ કરે એવી ઉદાર ભાવનાવાળી ફળશ્રુતિનો વિવિધ રીતે ઉપયોગ થયો છે. પાત્રો અંતે દીક્ષા સ્વીકારીને પાંચ મહાવ્રતના પાલન દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધના કરીને આત્માનું કલ્યાણ કરે છે. એવો ઉપનય સર્વ સામાન્ય રીતે પ્રાપ્ત થાય છે. તો વળી કેટલાક આત્મા બારવ્રતધારી શ્રાવકશ્રાવિકા બનીને શાંતિમય સંસારી જીવન જીવે છે અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધર્મપરાયણ બને છે.
પદ્યરચનામાં છંદ અને દેશીઓનો પ્રયોગ થયો છે. તેનાથી કવિત્વ શક્તિનો પરિચય થાય છે. લગભગ ૨૩૨૮ દેશીઓ જૈન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. દેશીઓની સાથે શાસ્ત્રીય રાગ અને માત્રા મેળ છંદનો પ્રયોગ પણ થયો છે.
રાસ-ફાગુ જેવી દીર્ઘ કૃતિઓ ઢાળબદ્ધ છે તેનાં દેશીઓનો પ્રયોગ થયો છે. જયારે સ્તવન-સ્તુતિ-ગીત-લાવણી-પદ વગેરે લઘુકાવ્ય પ્રકારોમાં છંદ અને શાસ્ત્રીય રાગનો પ્રયોગ થયો છે. તેના દ્વારા કાવ્યને અનુરૂપ પદ્યનો લય સિદ્ધ થયો છે.
દૈવી તત્ત્વનો પ્રયોગ ચમત્કારનું નિરૂપણ એ સાંપ્રદાયિક સાહિત્યના આકર્ષણનું લક્ષણ છે. પરકાયા પ્રવેશ જ્ઞાનથી પૂર્વભવની માહિતી પ્રાપ્ત થવી, આકાશગામિની વિદ્યા જાતિ સ્મરણ જ્ઞાન, આકાશવાણી, દુંદુભિનાદ દેવ-દેવીની સાધનાથી લાભ થવો પક્ષીઓ અને પ્રાણીઓ સાથે વાર્તાલાપ વેશ પરિવર્તન વગેરેનું નિરૂપણ ચમત્કારના ઉદાહરણ રૂપ છે.
શૈલી વિશે વિચારતાં પ્રત્યક્ષ કથનશૈલી પરોક્ષ નિરૂપણ વર્ણન, રસ, પ્રશ્નોત્તર, અલંકાર, રચના સમય, ગુરુ પરંપરા, સંવાદ વગેરેનો પ્રયોગ થયો છે.
જૈન સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org