________________
do Hisecl : (Jain Literaturd)
જૈન સાહિત્ય એટલે જૈન ધર્મના વિષયોને કેન્દ્રમાં રાખીને ગણધર ભગવંતો, સાધુ ભગવંતો, શ્રાવકો અને જૈનેતર લેખકોના હસ્તે સર્જાયેલું સાહિત્ય. ધાર્મિક સાહિત્યમાં પણ ધર્મના વિચારોની અભિવ્યક્તિમાં સાહિત્યકલાનું દર્શન થાય છે. જૈન સાહિત્યના પાયામાં આગમ ગ્રંથો સ્થાન ધરાવે છે. આગમની વ્યાખ્યા નીચે પ્રમાણે છે.
आगम्यते अनेन हेय ज्ञेयोपादेय तत्त्वानि इति आगम ।
જેના દ્વારા અગમ્ય એવા હેય, શેય, ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન થાય તે આગમ કહેવાય છે.
હેય : ત્યાગ કરવા યોગ્ય તત્ત્વ. તેમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ.
શેય : જાણવા યોગ્ય તત્ત્વ - જીવ અને અજીવ. ઉપાદેય ઃ આદરવા યોગ્ય તત્ત્વ – સંવર, નિર્જરા અને મોક્ષ.
આગમમાં આ નવ તત્ત્વોનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
आगम्यते ज्ञायते वस्तुतत्त्वमनेनति
જે સિદ્ધાંતો દ્વારા વસ્તુતત્ત્વનો યથાર્થ રૂપે બોધ થાય તે આગમ છે. જૈન સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org