________________
વામાં માતા માટે કવિની કલ્પના છે કે હંસગામીની, મૃગ લોચની, જનનીમુખને પંકજની ઉપમા, વામા માતાના કુક્ષિમાં ભગવાન આવ્યા અને પછી માતાને પણ શુભ સ્વપ્નો આવ્યાં, ગર્ભ વૃદ્ધિ પામ્યો ને માતાને દોહલા થયા તે પૂર્ણ કરવા નિત્ય ચઢતા પરિણામે જિનપૂજા ભક્તિ કરતી, વગેરે વિગતો આકર્ષક રીતે કાવ્યમાં ગૂંથી લીધી છે.
રચના સમય વર્ષ સ્થળ લહિયાનું નામ વગેરે માહિતી પણ કવિએ દર્શાવી છે. પાર્શ્વનાથ ભગવાનનું આદેય નામ કર્મ એવું પ્રબળ હતું કે ૧૦૮ નામથી એમની ભક્તિ ઠાઠમાઠથી ગામેગામ થાય છે. કવિ પણ પાર્શ્વનાથ પ્રભુનો મહિમા ગાઈને જીવનને ધન્ય બનાવે છે.
અથશ્રી મહાવીર સ્વામીના પાંચ વધાવા લિખતે
હું તો મોહી રે નંદલાલ | મોરલી તાને રે I એ દેશી વંદી જગજનની બ્રહ્માણી, દેતા અવિચલ વાણી રે કલ્યાણક પ્રભુના ગુણખાણી ગુણસું ઉલટ આણી / ૧ // એહને સેવોને પ્રભુસાસનાં સુલતાન એહને સેવોને જસઈદ્રકરે બહુમાન એતો ભવોદધિતરણ સુખાન એહને સેવોને || ૨ || કિીધો ત્રીજે ભવે વરથાનક અરિહા ગોત્ર નિકાગ્યું રે તે અનુસરવીવરવાકેવલ કરવી તીરથ જાત્ર એહને સેવોને | ૩ | કલ્યાણક પહેલો જગવલ્લભ ત્રણજ્ઞાની મહારાય રે દશમાં સ્વર્ગ વિમાનથી પ્રભુજી ભોગવી સુરનો આય એમને સેવોને | ૪ / જંબુદ્વીપે ભરતખેત્રમાં ક્ષત્રીકુલ સુખકાર રે શ્રીસિદ્ધાર્થ ત્રિશલા ઉદરે લેવે પ્રભુ અવતાર એહને / જસા એતો //પો ચઉદ સુપન દેખે તવ ત્રિશલા ગજ વૃષભાદિ ઉદાર રે હરખે જાગી ચીંતે મનમાં માને ધન અવતાર છે.
એહને. પ્રભુ. જસ. એતો | ૬ | ૨૭૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org