________________
ત્રિપદી પામી પ્રભુ શિરનામી, દ્વાદશાંગી સુવિચારીજી, પદ છ લાખ છત્રીસ સાહસની, રચના કીધી સારીજી.
સાંભળ સજની. || ૧૨ એણીપરે ત્રીશ વરસ કેવલથી, બહુ નરનારી તારીજી, ઈમ વધાવો ચોથો સુંદર, દીપ કહે સુખકારીજી.
સાંભળ સજની ૧૭ | પાંચમા નિર્વાણ કલ્યાણકના આરંભમાં કવિ જણાવે છે કે – કલ્યાણક પાંચમું જિનનુંજી, ગાવો હર્ષ અપાર હાલા, જગ વલ્લભ પ્રભુના ગુણ ગાઈ, સફળ કરો અવતાર વ્હાલા. શાસન નાયક તીરથ વંદો.
પ્રભુ વિહાર કરીને અપાપા નગરીમાં પધાર્યા હતા. અહીં પ્રભુએ સોળ પહોર દેશના આપી હતી. દિવાળીના દિવસે પ્રભુનું નિર્વાણ થયું. કવિ આ પ્રસંગનું નિરૂપણ કરતાં જણાવે છે કે -
દિવાળી દિન મુક્તિ પધાર્યા, પામ્યા પરમાનંદ હાલા, અજર અમર પદ જ્ઞાન વિલાસી, અક્ષય સુખનો કંદ
વ્હાલા. | ૪ || અંતે કવિએ ઉપદેશ વચનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે – એ પ્રભુ ધ્યેયને સેવક ધ્યાતા, એહમાં ધ્યાન મિલાય વહાલા, ત્રિકરણજોગે પૂર્ણતા પ્રગટે, સેવક ઈમ સમજાય.
વ્હાલા. || ૭ || - ગાવો પાંચમો મોક્ષ વધાવો, ધ્યાનો વિરજિસંદ વહાલા. શ્રી વિજય લક્ષ્મીસુરીશ્વર રાજે, મેં ગાયા શુભ ભાવ.
વ્હાલા. | ૮ || ૨૭૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org