________________
પાંચમો નિર્વાણ કલ્યાણક વધાવો ભવિ તમે વંદો રે ભગવતી સૂત્રની વાણી એ રાગ. આસો અમાવાસ્યા રાત્રે, પ્રભુજી મુક્તિ સધાયા, દીપાળીનું પર્વ ત્યારથી, સુરપતિ કરે નર રાયા, પ્રભુ વીર દેવે રે, દિલથી હો નહીં ન્યારા, આતમરામી રે, નિશ્ચય છો મન પ્યારા. ૧ વીર વીર ચિતવતાં ગૌતમ, કેવલ જ્ઞાનને પાયા, વીર પ્રભુનો સંવત પ્રગટ્યો, ઉત્સવ મહોત્સવ થાયા. પ્રભુ. ૨ જૈનધર્મ જગમાં ફેલાવી, મહાવીર મુક્તિ સધાવ્યા, ધન્ય ધન્ય વીર પ્રભુનું જીવન, ભક્તોના મન ભાવ્યા. પ્રભુ. ૩ અતિ સંક્ષેપે પાંચ વધાવા, મહાવીર પ્રભુના ગાયા,
બુદ્ધિસાગર મહાવીર ગાતાં, જન્મ સફળ સમજાયા. પ્રભુ. ૪ સંદર્ભ:
૦ કવિરાજ દીપવિજય મહાવીર પા. ૧૦૬ ૦ ગુરુભક્તિ ગહુંલી સંગ્રહ પા. ૧૦૬ ૦ ગહેલી સંગ્રહ ભાગ-૨ પા. ૫૦
સ્નાત્ર પૂજા એ ભગવાનના જન્મોત્સવનું વિસ્તારથી વર્ણન કરતી કાવ્યકૃતિ છે તેમાંથી વધારાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા
જૈન સાહિત્યમાં વિવિધ પદો રચાયાં છે. તેમાં વધાઈનો સંદર્ભ મળે છે.
આજ તો વધાઈ રાજા નાભિ કે દરબાર રે મરૂદેવાએ બેટો જાયો, ઋષભકુમાર રે.
૨૬૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org